આંજણા યુવક મંડળની ટીમ દ્વારા જીવદયાના આશય સાથે નિઃશુલ્ક કુંડા વિતરણનું મહા અભિયાન  

March 11, 2023

આંજણા યુવક મંડળના પ્રમુખ તરુણ ચૌધરી અને તેમની ટીમ દ્વારા કુંડા વિતરણનું મહા અભિયાન આરંભ્યું

મહેસાણા તેમજ વિસનગર તાલુકાની પ્રાથમિક શાળાઓમાં વિના મૂલ્યે કુંડા વિતરણ કરાયાં

ગરવી તાકાત, મહેસાણા તા. 11- ઉનાળાની ગરમીનો પ્રારંભ થતાં જ માનવીની સાથે સાથે પશુ પક્ષીઓને પણ પાણીની વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે આ સંજાેગોમાં અબોલ પક્ષીઓને પાણીની અગવડતાં ન પડે અને ઠેર ઠેર પાણીના કુંડા લગાવવાથી પક્ષીઓને પાણીની સુવિધા મળી રહે તેવા સુંદર અને જીવદયાનો આંજણા યુવક મંડળ ગુજરાતરાજ્ય દ્વારા પ્રયાસ હાથ ધરાયો છે. જેમાં લાખોની સંખ્યામાં વિના મૂલ્યે કુંડા વિતરણનું અભિયાન આંજણા યુવક મંડળના પ્રમુખ તરુણ ચૌધરી સહિત તેમની ટીમ દ્વારા આરંભવામાં આવ્યું હતું.

આંજણા યુવક મંડળ ગુજરાત રાજ્ય દ્વારા વિના મૂલ્યે કુંડા વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યોં હતો. જેમાં મહેસાણા વિસનગર સહિત તાલુકાના પ્રાથમિક શાળાઓમાં બાળકો સહિત શાળાના શૈક્ષણિક સ્ટાફને વિના મૂલ્યે કુંડા વિતરણ કરવામાં આવ્યાં હતા. ઉનાળાનો પ્રારંભ થઇ ગયો છે. દિવસે દિવસે ગરમીનો પારો ઉંચે ચડી રહ્યો છે ત્યારે આગામી ટૂંક સમયમાં આવનારી કાળઝાળ ગરમીમાં નાના નાના ઝરણા, નદી, નાળા, તળાવો તથા પાણીના ખાબોચિયા સુકાઇ જતાં હોય છે જેને પરિણામે અબોલ પક્ષીઓ પાણી વિના ટળવળતાં હોય છે.

આ સંજાેગોમાં પક્ષીઓને પાણીની સવલતતા મળી રહે તેવા જીવદયાના આશય સાથે આંજણા યુવક મંડળ ગુજરાત રાજ્ય દ્વારા પ્રાથમિક શાળાઓ, જાહેર માર્ગો પરથી પસાર થતાં લોકોને વિના મૂલ્યે કુંડા વિતરણ કરવામાં આવી રહ્યું છે. જ્યારે મહેસાણાના નાગરીકોને વિના મૂલ્યે કુંડા વિતરણ માટે શ્રી નારાયણ શ્રીરામ નિસર્ગ આર્કેડ, માનવ આશ્રમ વિસનગર, મહેસાણા ખાતે નિશુલ્ક આપવામાં આવી રહ્યા છે.

આંજણા યુવક મંડળના પ્રમુખ સહિત કાર્યકરો અને આગેવાનો જીવદયાનું આ અભિયાન હાથ ધરી આજે મગરોડાની પ્રાથમિક શાળા, ખરવડાની પ્રાથમિક શાળા, ગુંજાળાની પ્રાથમિક શાળા, મેઘાલિયાસણની પ્રાથમિક શાળા, એન.જી ઇન્ટરનેશનલ સ્કૂલ, ચિત્રોડીપુરાની પ્રાથમિક શાળા, પુનાસણની પ્રાથમિક શાળા, બાસણાની પ્રાથમિક  શાળાઓમાં કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગઢા પ્રાથમિક શાળા, રંડાલા પ્રાથમિક શાળા, રાવડાપુરા પ્રાથમિક શાળા, દઢિયાળ પ્રાથમિક શાળા, લક્ષ્મીપુરા અને ભાન્ડુ ગામમાં, પુનાસણ ગામમાં, મહેસાણા શહેરમાં પણ કુંડા વિતરણ કરાયાં હતા.

સાથે સાથે મહેસાણાની પ્રાથમિક શાળા, કુકસ પ્રાથમિક શાળા, રૂપાલ પ્રાથમિક શાળા, રામપુરા પ્રાથમિક શાળા, તાવડીયા પ્રાથમિક શાળા તેમજ તાવડીયા ગામ સહિત લક્ષ્મીપુરા (ઉનાવા) પ્રાથમિક શાળા, પ્રતાપગઢ પ્રાથમિક શાળા, ઐઠોર પ્રાથમિક શાળા, લક્ષ્મીપુરા, ભાન્ડુ પ્રાથમિક શાળા સહિત ઠેર ઠેર આંજણા યુવક મંડળના કાર્યકરો અને આગેવાનો દ્વારા કુંડા વિતરણના કાર્ય થકી જીવદયા ભાવના વ્યક્ત કરી લોકોને જીવદયા પ્રત્યે પ્રેમભાવ રાખવા તેમજ ઉનાળાની આગ ઓકતી ગરમીમાં અબોલ પક્ષીઓની આરામથી પાણીની સુવિધા મળી રહે તેવા પ્રયાસો હાથ ધરવાનો આંજણા યુવક મંડળના પ્રમુખ તરુણ ચૌધરી સહિત તેમની ટીમે  સંદેશો પાઠવ્યોં હતો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0