દવાની દુકાનોમાં CCTV કેમેરા ફરજીયાત : રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ

March 10, 2023

નિયમ ઘડાય છે અમલ કરાતો નથી: ફાર્માસિસ્ટ એસોસિએશનની રજુઆત

દરેક મેડીકલ સ્ટોર્સમાં સીસીટીવી કેમેરા ફરજીયાત લગાવવાનો આદેશ

ગરવી તાકાત, ગાંધીનગર તા. 10 – કિશોર વય ધરાવનારા ગેરકાયદે રીતે નશાના ઉપયોગ માટે કે ગર્ભપાત માટે વપરાતી દવાઓનો ઉપયોગ ન કરે તે માટે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા મેડીકલ સ્ટોર્સમાં ફરજીયાત સીસીટીવી લગાવવાનો આદેશ કરાયો છે. પરંતુ અનેક દવાની દુકાનોમાં તેનો અમલ થઈ રહ્યો નથી. કેટલાંક જીલ્લામાં કલેકટર તંત્ર દ્વારા જાહેરનામા બહાર પડાયા છે પરંતુ જયાં અમલ થતો નથી. ત્યાં કિશોરોને નશાના રવાડે ચડતા અટકાવવાનો હેતુ પૂર્ણ રીતે સફળ થઈ રહ્યો નથી. 

એક તરફ અનેક દવાની દુકાનો તંત્રની કડકાઈના અભાવે ફાર્માસીસ્ટનાં ભાડાના લાઈસન્સ ઉપર ચાલી રહી છે ત્યારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કામગીરી સામે સવાલ ઉઠતા હોય છે. તાજેતરમાં રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા દરેક મેડીકલ સ્ટોર્સમાં સીસીટીવી કેમેરા ફરજીયાત લગાવવાનો આદેશ કરાયો છે.ત્યારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ તેનો કેટલો અમલ કરાવશે તે શંકા છે.

ગુજરાત ફાર્માસીસ્ટ એસો.દ્વારા તમામ કલેકટરને પણ આ અંગે લેખીત રજુઆત કરીને જીલ્લા તાલૂકા અને ગ્રામ્ય કક્ષા સુધી સીસીટીવી કેમેરા લગાવવાની ડેડ લાઈન જાહેર કરવા માંગણી કરાઈ છે. દવાની દુકાન માટે જે નવા લાયસન્સ અપાય તેમાં પણ સીસીટીવી લગાવાયા હોય તોજ આપવા માંગણી કરાઈ છે તે સાથે ફાર્માસીસ્ટના ભાડાના લાયસન્સ ઉપર દવાની દુકાન ચાલતી હોય તો તેના લાયસન્સ કાયમ માટે કેન્સલ કરવા અને ફોજદારી ગુના દાખલ કરવા જણાવાયું હોવાનું ફાર્માસીસ્ટમ એસો.નાં પ્રમુખ રજનીકાંત ભારતીયે જણાવ્યું છે.

કિશોરો કેટલાંક કફ સીરપનો નશા માટે ઉપયોગ કરતા હોવાનું બહાર આવેલ છે તે સંજોગોમાં સીસીટીવી લગાવાયેલા હોવા જરૂરી છે. એટલુ જ નહિં તેનું સમયાંતરે ચેકીંગ કરીને જે તે સ્ટોર્સનાં સંચાલકો તેમાં સંકળાયેલા હોય તેમની સામે ગુન્હો દાખલ કરવો જરૂરી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0