છેતરપિંડીના ગુનામાં એક વર્ષથી ફરાર આરોપીને પકડી પાડતી મહેસાણા એસઓજી

March 7, 2023

રાજકોટ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના ગુનામાં એક વર્ષથી પોલીસને હાથતાળી આપતો હતો

ગરવી તાકાત, મહેસાણા તા. 07- મહેસાણા એસઓજી પોલીસનો સ્ટાફ શહેરમાં પોલીસ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, રાજકોટ શહેર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર આરોપી મહેસાણા ખાતે તેના ઘરે હાજર છે જે બાતમીના આધારે એસઓજીની ટીમે તેને પકડી જેલના સળીયા પાછળ ધકેલ્યોં હતો.

મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીના માર્ગદર્શન મુજબ નાસતા ફરતાં આરોપીઓને ઝડપી જેલના સળીયા પાછળ ધકેલવાના અપાયેલા આદેશ મુજબ મહેસાણા એસઓજી પીઆઇ એ.યુ.રોઝના નેતૃત્વ હેઠળ પીએસઆઇ એન.પી.પરમાર, તથા એસઓજી સ્ટાફના ચેતનકુમાર, નરેશકુમાર, દિલિપકુમાર, મહેન્દ્રસિંહ, ધરમસિંહ, સંજયભાઇ સહિતનો સ્ટાફ મહેસાણા શહેર વિસ્તારમાં પોલીસ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન ધરમસિંહ તથા સંજયકુમારને સંયુક્ત રાહે બાતમી મળી હતી કે,

રાજકોટ શહેર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલો શખ્સ છેલ્લા એક વર્ષથી પોલીસને હાથતાળી આપી રહ્યો છે જે બાતમીના આધારે મહેસાણા એસઓજીનો સ્ટાફ મહેસાણા ખાતે આવેલા અશ્વમેઘ સોસાયટીના મકાનમાં ત્રાટકી હતી જ્યાં પોલીસને ચકમો આપી નાસતા ફરતાં આરોપ પ્રજાપતિ જયંતિભાઇ કેશવલાલને પકડી પાડી મહેસાણા એ ડીવીઝન પોલીસને સુપ્રત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0