હેલિકોપ્ટરથી વધુ ઝડપથી ઉડશે મેડ ઈન ઈન્ડિયા ઈલેકટ્રીક ફલાઈંગ ટેકસી
બેંગ્લુરૂ તા.20 : આઈઆઈટી મદ્રાસનાં એક સ્ટાર્ટઅપે એક ઈલેકટ્રીક ફલાઈંગ ટેકસી પ્રોટોટાઈપ વિકસીત કર્યું છે તેને લઈને દાવો કરવામાં આવી રહ્યો છે કે તે યાત્રીઓને હેલિકોપ્ટરથી પણ વધુ ઝડપે પહોંચાડી શકે છે. સ્ટાર્ટઅપે આ સપ્તાહે બેંગ્લુરૂમાં એર શો ઈન્ડિયા દરમ્યાન ફલાઈંગ ટેકસી પ્રોટોટાઈપનું પ્રદર્શન કર્યું હતું. 
ઈ-પ્લેન કંપનીએ શહેરી યાત્રાને ઝડપી અને પરેશાનીમુકત બનાવવા માટે ઈલેકટ્રીક ફલાઈંગ ટેકસી વિકસીત કરી છે. પ્રોટોટાઈપ એક ઈલેકટ્રીક વર્ટીકલ અને લેન્ડીંગ મોડેલ છે અને એક વાર ચાર્જ કરવા પર લગભગ 200 કિલોમીટરની રેન્જ આપવા સક્ષમ છે. સ્ટાર્ટઅપનો દાવો છે કે ઈલેકટ્રીક ફલાઈંગ ટેકસી કારોની તુલનામાં 10 ગણી ઝડપથી યાત્રા કરી શકે છે.
એવો પણ દાવો કરાયો છે કે દર યાત્રી એક સવારીનો ખર્ચ ખુબ જ ઓછો હશે ઈ-પ્લેન કંપનીનાં સીઈઓ, પ્રાંજલ મહેતા અને સ્ટાર્ટઅપના સીઈઓ પ્રાંજલ મહેતા અને સ્ટાર્ટઅપના સીટીઓ પ્રો.સત્ય ચક્રવર્તીએ જણાવ્યું હતું કે તેમને ઈલેકટ્રીક ફલાઈંગ ટેકસી બનાવવાનો વિચાર ઈલેકટ્રીક ગ્રાઉન્ડ ટ્રાન્સપોર્ટેશન પર એક વિડીયો જોયા બાદ આવ્યો હતો. આ ઈલેકટ્રીક ફલાઈંગ ટેકસીને ચડવા ઉતરવા માટે માત્ર 25 વર્ગ મીટરની જગ્યા પૂરતી છે.તેનું વજન લગભગ 200 કિલો છે.તેના પ્રોપેલર તરીકે 4 ડફટવાળા પંખા લાગેલા છે. એક સવારીમાં બે યાત્રીઓ તેમાં બેસી શકે છે. આ ટેકસી અધિકતમ 1500 ફૂટની ઉંચાઈએ ઉડી શકે છે.


