મહેસાણાના બોદલા પાસે અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતાં યુવકનું મોત

January 29, 2023

ગરવી તાકાત, મહેસાણા તા. 29- અકસ્માતોની વણથંભી વણઝારનો સીલસીલો યથાવત રહેવા પામ્યો છે. અવાર નવાર અકસ્માત સર્જી અજાણ્યા વાહનચાલકો ફરાર થઇ જતાં હોય છે જેમાં વધુ મહેસાણા નજીક બોદલા પાસે પણ સર્જાયેલા અકસ્માતમાં  અજાણ્યો વાહનચાલક શખ્સ ગત રાત્રે મોટર સાયકલ ચાલકને ટક્કર મારી ફરાર થઇ ગયો હતો જે અકસ્માતમાં બાઇક ચાલક યુવકનું કરુણ મોત નિપજ્યું હતું. 

મહેસાણા ખાતે નોકરી કરતો અને રણેલા ગામે આવેલા શિવ મંદિરની ઓરડીમાં રહેતા વસંતભાઇ ગોસ્વામી ગત રાત્રે પોતાનું મોટર સાયકલ લઇને નોકરીથી ઘરે જઇ રહ્યા હતા. આ દરમિયાન કોઇ અજાણ્યો વાહન ચાલક ઇસમે મહેસાણાના મોઢેરા રોડ પર બોદલા ગામ નજીક મોટર સાયકલ યુવકને પાછળથી ટક્કર મારતાં યુવક નીચે પટકાતાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી જ્યાં હાજર લોકોઓ તેને તાત્કાલિક મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયો હતો જ્યાં માર્ગમાં જ ગંભીર ઇજાઓના કારણે યુવકનું મોત નિપજ્યું હતું. જેને પગલે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ મૃતકના ભાઇએ મોઢેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0