જૈન સમાજના પવિત્ર તીર્થધામ શૈત્રુજ્ય સમેત શિખર ધામને પર્યટન જાહેર કરાશે તો માંસ અને મદીરાનું સેવન થવાની શક્યતાં
ગરવી તાકાત, તા. 02 સમગ્ર ભારતભરના જૈન સમાજ સહિત સાધુ સાધ્વીજી મહારાજ સાહેબ દ્વારા શૈત્રુજય સમેત શિખરના પવિત્ર તીર્થધામને પર્યટન સ્થળ ના બનાવો તેવી માંગ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. જૈન સમાજની માંગ છે કે, પર્યટન સ્થળ જાહેર કરાશે તો તેનાથી માંસ અને મદીરાનું સેવન થશે જ્યારે જૈન સમાજ જીવદયામાં માનવાવાળો સમાજ છે. જેને લઇને ભારતના વિવિધ શહેરોમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. 
જૈન સમાજના સાધુ-સાધ્વીજી ભગવંતો પણ આ વિરાટ રેલીમાં ઉપસ્થિત રહ્યાં હતાં. જ્યાં અનંગજીવો મોક્ષે સિધાવ્યા છે તે પાવનભૂમિ શત્રુંજય અને સમેતશિખરજી બંનેની રક્ષામાં કચાશથી સમસ્ત જૈન સમાજમાં ભારે નારાજગી પ્રર્વતી રહી છે. આજ દિવસ સુધી ક્યારે પણ જોવામાં નહીં આવેલી એવી જાગૃતિ સાથે 72થી વધારે શહેરોનાં લાખો લોકો મહારેલીમાં જોડાઈને જૈન શાસન પ્રત્યેની જાગૃતિના દર્શન કરાવ્યા હતા. ગઇકાલે અમદાવાદ મહાસંઘ દ્વારા તથા મુંબઈ જૈન સંગઠન દ્વારા સવારે નવ વાગે મુંબઈના છ વિસ્તારોમાંથી લગભગ લાખો લોકોની રેલી યોજાઈ હતી.
ભારતના બેંગલોર, અમદાવાદ, ચેન્નઇ, ઇન્દોર વગેરે શહેરોમાં જૈન સંગઠનો દ્વારા રેલીના આયોજનો થઇ રહ્યાં છે. જૈન સાધુ ભગવંતોને બિભત્સ શબ્દો બોલવા, મારામારી કરવી અને રોહીશાળા ખાતે જૈનોના પ્રથમ તીર્થંકર યુગાધિદેવ શ્રી આદિનાથ દેવના પગલાંની તોડફોડ તેમજ પાલીતાણાના શિખર પર આવેલા મહાદેવના મંદિર પાસેના સીસીટીવી કેમેરા અને શેઠ આણંદજી કલ્યાણજી પેઢીનું બોર્ડ તોડી નાંખવામાં આવતા માત્ર 12 કલાકની શોર્ટ નોટીસમાં પાલીતાણા ખાતે સમગ્ર ભારતભરમાંથી 25 હજાર યુવાનોની સૌમ્ય, બેઠી તાકાત અને શૌર્યભરી રેલી કાઢવામાં આવી હતી
અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવેલ હતું. ગઇકાલે મુંબઈમાં દહિંસરથી બાંદ્રા, માહિમથી ચર્ચગેટ અને કોલાબાથી દાદર (ઇસ્ટ), ઘાટકોપર-સાયનથી થાણે, માટુંગાથી થાણા, ઘાટકોપર, ડોમ્બીવલી, મુંબ્રા-કલ્યાણ વગેરે સ્થાનો પર રેલી યોજાઈ હતી જેમાં હજારોની સંખ્યામાં જૈન ભાઈ-બહેનો જોડાયા હતા. ઝારખંડ સરકારે સમેત શિખરજીને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાના નિર્ણયનો વિશ્વભરના જૈનોએ વિરોધ કરીને આક્રોશ ઠાલવ્યો છે. જૈન સમાજમાં એવી લાગણી પ્રર્વતી રહી છે કે જો સમેત શિખરજીને પર્યટન સ્થળ તરીકે જાહેર કરવામાં આવતાં શરાબનું સેવન થશે અને તીર્થસ્થાનની પવિત્રતા નહિ જળવાય. તેમજ પર્યાવરણ-પ્રકૃતિને નૂકસાન પહોંચશે.


