ગુજરાત પોલીસ વિભાગમાં નોકરી ઈચ્છતા યુવાઓ માટે ખુશીના સમાચાર 

December 28, 2022

જાણો વર્ષ 2023માં કેટલી જગ્યાઓ માટે ભરતી કરાશે? વર્ષ 2023માં 12થી 13 હજાર જગ્યાઓ માટે ભરતી

ગરવી તાકાત, ગાંધીનગર – પોલીસ વિભાગમાં જવા ઈચ્છતા યુવાઓ માટે સારા સમાચાર મળી રહ્યા છે. વર્ષ 2023માં 12થી 13 હજાર જગ્યાઓ માટે ભરતીનું સરકાર આયોજન કરી રહી છે. અગાઉ પણ પોલીસ વિભાગની નવી ભરતીના નિયમોમાં ફેરફાર કરવા પર વિચારણા ચાલી રહી હતી.

વર્ષ 2023નું વર્ષ પોલીસ વિભાગમાં જવા ઈચ્છતા યુવાઓ માટે સારું રહેનાર છે, એટલે કે પોલીસ વિભાગમાં મોટી ભરતીઓ થવાની છે. આવનારા સમયમાં 12 થી 13 હજાર જગ્યાઓ માટે ભરતીનું આયોજન રાજ્ય સરકાર કરી રહી છે. નવી ભરતી માટે નવા નિયમો બનાવવા ગૃહમંત્રીની સૂચના મળી ચૂકી છે. પોલીસ ભરતીના નિયમો વર્તમાન સમય પ્રમાણેના તૈયાર કરવા આદેશ છૂટી ચૂક્યા છે. ત્યારે ભરતી પ્રક્રિયાના નવા નિયમો માટે કમિટીની રચના કરાશે. આ માટે 20 સભ્યોની એક સમિતિ બનાવશે. આગામી 2 થી 3 મહિનામાં સમિતિ નવા નિયમો અંગે અહેવાલ આપશે.  ત્યારબાદ ભરતી પ્રક્રિયાની જાહેરાત થશે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ પોલીસ એકેડેમીમાં એક કાર્યક્રમમાં ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરી હતી. પોલીસ પસંદગી નિમણૂક પત્ર કાર્યક્રમમાં ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ નવા વર્ષમાં પોલીસ વિભાગમાં અનેક ભરતીઓ થવાની જાહેરાત કરી હતી. જેમાં ગુજરાત પોલીસ ભરતીને લઈને હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આગામી વર્ષમાં ગુજરાત પોલીસ 300 PSI અને 9 હજાર લોક રક્ષકની ભરતી કરવામાં આવશે.

ગુજરાત જાહેર સેવા પસંદગી મંડળ દ્વારા આગામી નવા વર્ષ 2023માં યોજાનારી પરીક્ષાઓનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 8 જાન્યુઆરીથી પાંચ ફેબ્રુઆરી સુધીમાં વિવિધ જગ્યાઓ માટેની પ્રાથમિક કસોટીઓ લેવામાં આવશે. GPSCની વર્ગ-1 અને વર્ગ-2ની પરીક્ષા 8 જાન્યુઆરી 2023ના રોજ યોજાશે. જ્યારે કાયદા અધિકારી, ક્યૂરેટરની પરીક્ષા 22 જાન્યુઆરી 2023ના રોજ યોજાશે. તો ગુજરાત ઇજનેરી સેવાની પરીક્ષા પણ 22 જાન્યુઆરીના યોજાશે. હિસાબી અધિકારી, આચાર્ય વર્ગ-2, ઇજનેરી સેવાની પરીક્ષા 5 ફેબ્રુઆરીએ લેવાશે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0