ગરવી તાકાત

તંત્રી. પ્રકાશ આર. ચૌધરી
અમને ફોલો કરો
ભાષા બદલો
બ્રેકીંગ ન્યૂઝ
બ્રેકીંગ ન્યૂઝ

વ્યસનમુક્તિ અને જીવન પરિવર્તન દિન “જીવન થોડું પણ સુંદર જીવ્યા એ સારું” : મહંતસ્વામી મહારાજ 

December 24, 2022

૪૦ લાખ કરતાં વધુ લોકોને વ્યસનમુક્તિની પ્રેરણા આપતાં વ્યસનમુક્તિ આંદોલનોના પ્રહરી પ્રમુખસ્વામી મહારાજને  બિરદાવતા મહાનુભાવો

દેશ-વિદેશના શીર્ષસ્થ નેતાઓથી લઈને ઉદ્યોગપતિઓ, ઉચ્ચ હોદ્દેદારો, વિજ્ઞાનીઓ, આદિવાસીઓ કે ખેડૂતો સુધી વિસ્તરેલ વ્યસનમુક્તિ અને જીવનપરિવર્તનનાં વિરાટ કાર્યોની ઝાંખી પ્રસ્તુત થઈ  

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અને આઝાદીના અમૃત મહોત્સવ પર્વે મે, ૨૦૨૨ માં BAPS ના ૧૬ હજાર  બાળકોએ ૧૪ લાખ લોકોનો કર્યો સંપર્ક,  ૪ લાખ લોકો વ્યસનમુક્તિ માટે થયા પ્રતિજ્ઞાબદ્ધ 

પ્રમુખસ્વામી મહારાજ નગરમાં વ્યસનમુક્તિની પ્રેરણા આપતા વિશિષ્ટ પ્રદર્શનખંડ ‘ચલો તોડ દેં  યહ બંધન’ નિહાળી હજારો લોકોએ વ્યસન્મુક્ત જીવન જીવવાનો નિયમ લીધો 

ભગવાન સ્વામિનારાયણે સદાચારયુક્ત જીવનમાં વ્યસનમુક્તિને અગ્રીમ સ્થાન આપ્યું હતું 

5 જુલાઇ, ૨૦૦૭ ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે કલામે રાષ્ટ્રવ્યાપી વ્યસનમુક્તિ અભિયાન માટે BAPS ના બાળકોને રાષ્ટ્રપતિ ભવનમાં બોલાવી અભિનંદન પાઠવ્યા હતા

૨૮ હજાર બાળ-યુવા કાર્યકરોએ ૨૧ લાખ લોકોનો કર્યો હતો સંપર્ક

૬,૩૩,૦૦૦ લોકોએ વ્યસનમુક્તિના નિયમો લીધા હતા, 

સમાજના વાર્ષિક અંદાજિત ૩૪૪ કરોડ રૂપિયાનો થયો બચાવ   

 આજે  ‘વ્યસનમુક્તિ અને જીવન પરિવર્તન દિન’ના ઉપક્રમે, પ્રમુખસ્વામી મહારાજ નગરમાં વિશિષ્ટ સંધ્યા સભાનું આયોજન થયું હતું. જેમાં અનેકવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વ્યસન મુક્તિના વિરાટ જનઆંદોલનના પ્રયોજક એવા સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજને ઉપસ્થિત મહાનુભાવોએ શ્રદ્ધાંજલિ આપી હતી.  ભગવાન સ્વામિનારાયણ અને તેમના ૩૦૦૦ પરમહંસો ગામડે ગામડે વ્યસનમુક્તિની આહ્લેક લઈને ઘૂમી વળ્યા હતા. લોકોને વ્યસનમુક્ત અને સદાચારયુક્ત બનાવવાના  વિરાટ કાર્યને જીવંત રાખવાનો યશસ્વી પુરુષાર્થ કરનાર હતા પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ. 

પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને વર્તમાનકાળે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની નિશ્રામાં BAPS સંસ્થા દ્વારા વિરાટ વ્યસનમુક્તિ આંદોલનો દ્વારા લાખો વ્યસનીઓ વ્યસનોની ચુંગાલમાંથી મુક્ત થયા.  પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના ઉપક્રમે ૮ થી ૨૨ મે, ૨૦૨૨ દરમિયાન ભારતમાં વિરાટ વ્યસનમુક્તિ અભિયાન યોજાયું હતું, જેમાં ૧૨ થી ૧૪ વર્ષની ઉંમરનાં ૧૬,૦૦૦ બાળકોએ ઘરોમાં, ઓફિસોમાં, ફેક્ટરીઓમાં તેમજ  બસ સ્ટેશન, રેલવે સ્ટેશન વગેરે જાહેર સ્થળોએ જઈને ૧૪ લાખ લોકોને મળીને વ્યસનમુક્તિનો સંદેશો આપ્યો. ૧૫ દિવસીય આ અભિયાનમાં ૪ લાખ લોકો વ્યસન્મુક્ત થવા સંકલ્પબદ્ધ થયા.  ૩૧ મે, ૨૦૨૨ ના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિનના ઉપક્રમે BAPS ના ૫૦,૦૦૦ કરતાં વધુ બાળ-બાલિકાઓએ સમગ્ર ગુજરાત અને ભારતમાં  ૧૦૦ જેટલી વ્યસનમુક્તિ રેલીઓ દ્વારા વ્યસનમુક્તિનો સંદેશ આપ્યો હતો.

૧૯૮૫ માં કેન્યાના મંત્રી શ્રી જોસેફ મટુરિયાએ જાહેરસભામાં પ્રમુખસ્વામી મહારાજ સમક્ષ દારૂ નહીં પીવાની પ્રતિજ્ઞા લીધી હતી. ૧૨ મે, ૨૦૦૭ ના રોજ BAPS  મંદિર, નૈરોબી ખાતે પ્રમુખસ્વામી મહારાજને મળતાં તેમણે કહ્યું, “ પ્રમુખસ્વામી મહારાજે મારું  વ્યસન ૨૨ વર્ષ પહેલાં છોડાવી દીધું. ત્યાર પછી એક પણ વાર મને દારૂ પીવાનું મન થયું નથી. તેમણે મારું જીવન પરિવર્તન કરી નાખ્યું છે.”  ભગવાનની ધૂન, પ્રાર્થના અને કીર્તન સાથે સાંજે ૫.૧૫ વાગ્યે કાર્યક્રમનો  શુભારંભ કરવામાં આવ્યો હતો. BAPS ના સંગીત વૃંદ દ્વારા ‘મન માન કહ્યું તે મારું’ કીર્તનની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. BAPS ના વિદ્વાન સંત પૂ. આદર્શજીવન સ્વામીએ ‘પ્રમુખ ચરિતમ’ શ્રેણી હેઠળ પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય જીવન અને કાર્યને અંજલિ આપતાં કહ્યું, “પ્રમુખસ્વામી મહારાજ નગરમાં પ્રમુખસ્વામી મહારાજની દિવ્યતા પ્રાપ્ત થાય છે અને પ્રમુખસ્વામી મહારાજ સાક્ષાત્ આ નગરમાં બિરાજમાન હોય તેવી અનુભૂતિ થાય છે. પ્રમુખસ્વામી મહારાજને એકવાર પૂછ્યું કે આપનો પ્રિય વિષય શું છે ત્યારે બાપાએ જવાબ આપતા કહ્યું કે,  “ભગવાન ભજવા અને ભજાવવા” અને પ્રમુખસ્વામી મહારાજે ભગવાન ભજવાને પોતાનો વ્યવસાય માન્યો હતો. પ્રમુખસ્વામી મહારાજ ચોવીસ કલાક  અખંડ ભજનમય રહેતા હતા અને બીમાર અવસ્થામાં પણ ભજનાનંદી જીવનશૈલી બદલાતી નહોતી. પ્રમુખસ્વામી મહારાજ કહેતા કે, “ભજન કરવાથી ભગવાન રાજી થાય અને આપણાં અંતરમાં શાંતિ વર્તે છે.”

BAPS ના સંગીત વૃંદ દ્વારા ‘કયું રીઝેગા રામ’ કીર્તનની પ્રસ્તુતિ કરવામાં આવી હતી BAPSના વિદ્વાન સંત પૂ. અનિર્દેશ સ્વામીએ ‘વ્યસનમુક્તિના વિશ્વદૂત પ્રમુખસ્વામી મહારાજ’ વિષયક પ્રવચન કર્યું હતું. ત્યારબાદ પ્રમુખસ્વામી મહારાજના વ્યસનમુક્તિ આંદોલન દ્વારા જીવન ઉત્કર્ષનાં કાર્યોને  દર્શાવતી વીડિયો પ્રસ્તુત કરવામાં આવી હતી.  BAPS ના વરિષ્ઠ સંત પૂ. ભક્તિપ્રિય સ્વામી(કોઠારી સ્વામી)એ જણાવ્યું, “પ્રમુખસ્વામી મહારાજ ભગવાનના અખંડ ધારક સંત હતા અને આપણને સૌને તે જ માર્ગે ચાલવાની પ્રેરણા આપી છે.પ્રમુખસ્વામી મહારાજે અનેક લોકોને વ્યસનમુક્ત કર્યા છે અને તે માટે અથાગ પુરુષાર્થ કર્યો છે. પ્રમુખસ્વામી મહારાજના આદેશે અનેક લોકોએ પોતાના વ્યસનોનો ત્યાગ કર્યો છે અને પાછળથી પ્રમુખસ્વામી મહારાજ ખટકો રાખીને વારે વારે યાદ પણ કરાવતા હતા.પ્રમુખસ્વામી મહારાજ શહેરી વિસ્તારોથી લઈને આદિવાસી વિસ્તારોમાં રહેતા તમામ લોકોને વ્યસનમુક્ત કરવા માટે સતત પ્રયત્નશીલ રહ્યા હતા. “

ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર ડૉ પંકજ શાહે જણાવ્યું, “પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ સદાય આપણી સાથે છે અને આજે તેમના સ્વરૂપ મહંતસ્વામી મહારાજ ના આશીર્વાદ પણ સતત સાથે છે.તમાકુ મતલબ તમારું,મારું અને કુટુંબનું બધાનું વિનાશ કરે તે. પ્રમુખસ્વામી મહારાજે બતાવેલ વ્યસનમુકિતના રસ્તાઓ  સમાજને વ્યસનમુક્ત કરવા માટેના અસરકારક રસ્તાઓ છે, કારણકે વ્યસનમુકિતના સંદેશો પ્રમુખસ્વામી મહારાજે બાળકો દ્વારા સમાજ ના ખૂણે ખૂણે પહોચાડ્યા અને તે જ બાળકો મોટા થઈને આદર્શ નાગરિક બનશે અને આદર્શ સમાજ નિર્માણમાં સહભાગી બનશે. જ્યારે જ્યારે આ સંસ્થાને મારી જરૂર પડશે ત્યારે હું ખડેપગે ઊભો રહીને સેવા કરીશ અને મને જે પદ્મશ્રી મળ્યો તેની પાછળ પણ પ્રમુખસ્વામી મહારાજના જ આશીર્વાદ છે. આ નગરમાં આવેલા સૌને મારી વિનંતી છે કે જેને જેને વ્યસન હોય તે ઘરે જતી વખતે વ્યસનમુક્ત થઈને ઘરે જજો.”

ડૉ શ્રી સતીશ પુનિયા, પ્રમુખ, BJP રાજસ્થાન   “આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં ધર્મ,સંસ્કૃતિ,અધ્યાત્મ અને પવિત્રતાના દર્શન થાય છે. આજે આ નગરના દર્શન કરીને તેની ભવ્યતા વર્ણવવા માટે મારી પાસે શબ્દો નથી અને એક અનોખી ઊર્જાની અનુભૂતિ કરી રહ્યો છું. પ્રમુખસ્વામી મહારાજે સંસ્કાર અને સંસ્કૃતિને જાગૃત રાખવા માટે રાખવા માટે ભગીરથ પુરુષાર્થ કર્યો છે. પ્રમુખસ્વામી મહારાજે પ્રકૃતિ અને સંસ્કૃતિને ભેગા રાખીને ચારિત્ર્યયુક્ત સમાજનું નિર્માણ કર્યું છે અને આજે આ નગર માં મળેલી પ્રેરણા જીવનભર મારા જીવનમાં ઊર્જા આપતી રહેશે.”

આજના અન્ય મહાનુભાવો – શ્રી મહેશ દેસાઇ, મેનેજિંગ ડિરેક્ટર – મીરા & સેઇકો પંપ પ્રા. લિ.  શ્રી આશિષ ધકાન, મેનેજિંગ ડિરેક્ટર અને CEO – પ્રમા હાઇક્ વિઝન ઈન્ડિયા પ્રા. લિ .  શ્રી મેહુલ પટેલ, મેનેજિંગ પાર્ટનર અને CEO, ન્યુક્રેસ્ટઇમેજ 

પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદ, – “પ્રમુખસ્વામી મહારાજના જીવનસંગે થયેલા પરિવર્તનની વાતો અનોખી છે કારણકે જેમ  પારસમણિને અડતાની સાથે લોઢું એ કંચન બની જાય તેમ પ્રમુખસ્વામી મહારાજના સંગમાં આવનાર વ્યક્તિના જીવન પવિત્ર બની જતા. પ્રમુખસ્વામી મહારાજ કહેતા કે ,” જીવન થોડું પણ સુંદર જીવ્યા એ સારું, કારણકે થોડા જીવનમાં ભગવાનની સેવા થઈ ગઈ અને આપણાં મોક્ષનું કાર્ય થઈ ગયું.”  પ્રમુખસ્વામી મહારાજે કહેતા કે ,”પોતાની ભૂલને ઓળખીને સુધારવી અને પાછા વળવું તે મનુષ્યનું કર્તવ્ય છે.” પ્રમુખસ્વામી મહારાજ કહેતા કે ,”સત્તા,પૈસા અને લોકમાં મોટા થવા માટે જીવ ના બગાડવો. ભલે રોટલો ખાઈને જીવશું પણ પવિત્ર રહીને જીવશું તો ઉર્ધ્વગતિ પામીશું”

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

loader-image
મેહસાણા
12:15 am, Oct 23, 2024
temperature icon 27°C
clear sky
Humidity 53 %
Pressure 1011 mb
Wind 4 mph
Wind Gust Wind Gust: 4 mph
Clouds Clouds: 3%
Visibility Visibility: 10 km
Sunrise Sunrise: 6:41 am
Sunset Sunset: 6:07 pm

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0