મહેસાણા : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મહેસાણાના પીલવઈ પહોંચ્યા છે. તેઓએ મહેસાણા પહોચીને ગોવર્ધનનાથજી મંદિરમાં દર્શન કર્યા હતા. સાથે જ મંદિર પરિષરમાં વિવિધ વિકાસ કાર્યોનો શિલાન્યાસ પણ કર્યો. ગોવર્ધનનાથજી મંદિરને અમિત શાહના સાસરી પક્ષે લગભગ 80થી 90 વર્ષ પહેલા બંધાવ્યું હતું. સાથે જ શેઠ જી.સી.હાઈસ્કૂલના 95 વર્ષ પૂર્ણ થવા પર કાર્યક્રમનું પણ આયોજન કરાયુ હતું. 
કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિતશાહ આજે તેમના સાસરીએ વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યાં હતા. ગૃહમંત્રીનું સાસરું એટલે મહેસાણાનું પિલવાઇ ગામ. આ ગામમાં 80-90 વર્ષ જૂનું તેમના સસરાએ બનાવ્યું હતું. ત્યારે ગોવર્ધનનાથજી મંદિરના વિવિધ કાર્યોંનો શિલન્યાસ કરવા પહોંચ્યા હતા. અમિત શાહ તેમના ધર્મપત્ની અને દીકરા સાથે મંદિરમાં પૂજા અર્ચના કરી મંદિરનો જીરણોદ્ધારની શરૂઆત કરાવી. આ સાથે જ ગામમાં આવેલી શેઠ જી સી હાઈસ્કૂલમાં પણ તેઓએ હાજરી આપી. આ શાળાને 95 વર્ષ પૂરા થયાં છે. શાળા સાથે પણ અમિત શાહ અને તેમના પત્નીની અનેક યાદગીરી જોડાયેલી છે. શાળામાં અમિતભાઇ શાહના પિતાએ પણ પોતાનો અભ્યાસ કર્યો હતો. શાળાના બાળકોએ વિવિધ પ્રોજેક્ટ્સ પર એક્સિબિશન પણ તૈયાર કર્યા હતા.
હાઈસ્કૂલના શિલાન્યાસ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, જે સ્કૂલમાં મારાં પિતાજી અને મારાં પત્નીના પિતાજી જે શાળામાં ભણ્યા તે શાળામાં મને બોલાવી તેમનું ઋણ ચૂકવવાનો મને એક મોકો આપ્યો છે. 95 વર્ષ સતત જો કોઈ સંસ્થા કોઈ પણ સંકટ વિના ચાલતી હોય તો તેનો મતલબ તેની પાછળ ઘણા પવિત્ર ભાવના છે. આજે મેં અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હાથ કોમ્પ્યુટર લેબ અને સોલાર સિસ્ટમનો લોકાર્પણ કર્યું છે.


