ગરવી તાકાત ધોરાજી : ધોરાજીના જમનાવડ રોડ પરથી છુટક ડ્રાઈવર તરીકેનું કામ કરતા શખ્સની લાશ મળી આવતા ચકચાર મચી છે. આ અંગેની વિગતો અનુસાર ધોરાજીના જમનાવડ રોડ પર રહેતા તથા છુટક ડ્રાઈવરનું કામ કરતા એવા મનોજભાઈ બાબુભાઈ રાઠોડ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફલોર પર પડ્યા હતા.
તેમનું હલન ચલન ન થવાથી માનવ સેવા યુવક મંડળને જાણ કરવામાં આવતા આ અંગે પરિવારજનોએ જણાવેલ કે મરણ પામનાર એપાર્ટમેન્ટમાં રાત્રે સુવા માટે જતા હતા. અન્ય કોઈ વિગતો બહાર આવી નથી આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. મોતનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળતું નથી. પોસ્ટમોર્ટમ થયા બાદ મૃત્યુનું રહસ્ય જાણવા મળશે પોલીસ દ્વારા તપાસની કાર્યવાહી ચાલી રહી છે.


