કડી હિટાચી કંપની પાસેથી થોડાક દિવસ અગાઉ થયેલ બાઈક ચોરીનો ભેદ ઉકેલતી SOG, આરોપીને ચોરીના બાઈક સાથે જાસલપુર રોડ ઉપરથી ઝડપ્યો

November 15, 2022
ગરવી તાકાત મહેસાણા : કડીના કરણનગર રોડ ઉપર રહેતા યુવાન જે પોતે કરણનગર રોડ ઉપર આવેલ હિટાચી કંપની માં નોકરી સારૂ ગયાં હતાં અને તેમનું પલ્સર બાઈક કંપનીની બહાર પાર્ક કરેલું હતું અને નોકરી પૂરી કરીને બહાર આવીને જોયું તો તેમનું બાઈક ન દેખાતાં તેઓએ કડી પોલીસ સ્ટેશનમાં તેમનું બાઈક ચોરી થઇ ગયું હોય જેની ફરિયાદ નોધાવી હતી
મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગી દ્વારા એસઓજી ટીમના માણસોને સુચના આપી હતી કે મહેસાણા જિલ્લામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મહેસાણા જિલ્લામાં અટકાયતી પગલા લેવા તેમજ નાસતા ફરતા આરોપીઓ તેમજ ચોરીનો ભેદ ઉકેલવા સારૂ સુચના આપી હતી જે અંતર્ગત એસઓજી ટીમના માણસો કડી તાલુકા વિસ્તાર તેમજ શહેરી વિસ્તારમાં અલગ અલગ જ્યારે પેટ્રોલિંગ કરી રહ્યાં હતાં જે દરમ્યાન એસઓજી સ્ટાફના નરેશભાઈ,અબ્દુલ ગફાર સૈયદ તેમજ દિલીપકુમારને ખાનગી રાહે બાતમી મળી હતી કે એક ઇસમ વાદળી તેમજ કાળા કલરનું પલ્સર લઈને ફરી રહ્યો છે જે અંતર્ગત સ્ટાફના માણસો  કડીના જાસલપુર રોડ ઉપર આવેલ તાળીવાળી દરગાહ પાસે પેટ્રોલીંગ અને કલર કરીને ઉભો હતો જે દરમ્યાન એક ઈસમ 150 સીસીનું પલ્સર બજાજ કંપનીનું લઇને આવતા સ્ટાફના માણસને તેને ઊભો રાખીને પૂછતાછ હાથ ધરી હતી
SOG પોલીસ સ્ટાફનાં માણસો જાસલપુર રોડ ઉપર આવેલ  દરગાહ પાસે  થી એક ઈસમને શકમંદ પલ્સર બાઈક સાથે ઉભો રાખીને પુછતાસ કરતા શેખ સફફાન રહે જાસલપુર રોડ કડી ગલ્લાંતલ્લાં કરતા સ્ટાફ ની સામે કબૂલ્યું હતું કે થોડાક દિવસો અગાઉ હિટાચી કંપની પાસેથી તેને પલ્સર બાઈક ચોર્યું હતું  જે અંતર્ગત એસઓજી સ્ટાફના માણસોએ પલ્સર બાઈકનો કબજો મેળવીને આરોપીની ધરપકડ કરીને કડી પોલીસ સ્ટેશન ખાતે સોંપવાની તજવીજ હાથ ધરી હતી  તેમજ બાઈક ચોરીમાં સંડોવાયેલા અન્ય અંસારી અનવર અને રમઝાન ને પકડી પાડવા માટે એ SOG પોલીસ સ્ટાફના માણસોએ ચક્રો ગતિમાન કર્યાં હતાં.

તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0