વિધાનસભાની ચૂંટણી પહેલા અમીરગઢ પોલીસે વાહન ચેકીંગ દરમિયાન વિદેશી દારૂ ઝડપી પાડ્યો

November 12, 2022

— દારૂના જથ્થા સાથે એક ઈસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી :

હાલમાં વિધાનસભાની ચૂંટણીને લઇને દરેક ચેકપોસ્ટ પર ચેકીંગ ચાલી રહ્યું છે. ત્યારે અતિ સંવેદનશીલ ગણાતી અમીરગઢ પોલીસ બોર્ડર ચેક પોસ્ટ પર અમીરગઢ પી.એસ.આઈ. સ્ટાફ સાથે વાહન ચેકીંગમાં હતા તે વખતે રાજસ્થાન તરફ થી આવી રહેલ એક ટ્રકને શંકાના આધારે રોકાવતા અને તેની તપાસ કરતા તેમાં ખાખી કલરના બોક્સ હતા તેમાં તપાસ કરતા વિદેશી દારૂ ભરેલો હતો.
જે કુલ બોટલ ૯૨૦૪ જેની કુલ કિંમત ૧૭,૬૭,૨૧૬ મોબાઈલ નંગ-૧, એક હજાર , રોકડ ૧૦,૦૦૦, તથા ગાડી કિંમત ૧૦ લાખ એમ કુલ મુદ્દામાલ રૂપિયા ૨૭,૭૮,૨૧૬ નો કબ્જે કરી કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.

— પકડાયેલ આરોપીનું નામ : (1) નટવરસિંહ જસબીરસિંહ જાટ રહે. કલલા પંજાબ

તસવિર અને અહેવાલ : પ્રહલાદ મીણા – પાલનપુર

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0