ગરવી તાકાત મહેસાણા : કડી પંથકમાં વ્યાજખોરોનો અતિશય ત્રાસ જોવા મળી રહ્યો છે ત્યારે કડી કરણનગર રોડ ઉપર રહેતા યુવાન અતિશય વ્યાજખોરોના ત્રાસથી ઘર છોડીને ગુમ થઈ જતા તેમના પરિવારજનોએ કડી પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી
કડીના કરણનગર રોડ ઉપર આવેલ મંગલમૂર્તિ સોસાયટીમાં રહેતો યુવાન નાયક સંદીપ કે જે પોતે પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરીને પોતાનું તેમજ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છે તેઓને આર્થિક તંગી હોવાથી તેઓએ અલગ અલગ વ્યક્તિઓ જોડે થી લાખો રૂપિયા 10%થી વધુ વ્યાજે લીધા હતા દિવાળીના તહેવારોમાં તેઓને કંપનીમાં રજા હોય તેઓ ઘરે જ હાજર હતા જે દરમ્યાન અલગ અલગ વ્યક્તિઓના યુવાનના પર ફોન આવતા હતા અને સામેના વ્યક્તિઓ ધાકધમકી આપતા હતા
કડીના કરણનગર રોડ ઉપર રહેતા યુવાન આર્થિક તંગીના કારણે ઘર છોડીને લાપતા થઇ જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો તા.2/11/22 ના દિવસે સંદીપ નાયક સવારે ઘરના પરિવાર સાથે ઘરે હાજર જ હતો અને અગિયાર વાગ્યે તેમના પત્નીને કહ્યું કે મારે કામ છે હું આવું છું તેમ કહીને નીકળ્યો હતો બાદમાં સાંજ સુધી સંદીપ નાયક ઘરે પાછો ન આવતાં તેમના પત્નીએ તેમના મોબાઈલ નંબર ઉપર ફોન કરતાં તેઓનો ફોન સ્વિચ ઓફ આવતો હતો બાદમાં તેમના પત્નીએ તેમના પરિવારજનોને જાણ કરી હતી પત્નીએ જાણવા જોગ ફરિયાદમાં લખાવ્યું છે કે છેલ્લા બે દિવસથી તેમના પતિ સંદીપ નાયક ઉપર ફોન આવતા હતા અને પૈસાની લેતીદેતીની વાતચીત થતી હતી અને છેલ્લા કેટલાક સમયથી તેઓ ટેન્શનમાં રહેતા હતા અને બીજી તારીખે તેઓ સવારે અગિયાર વાગ્યે ઘરેથી કયાંક ચાલ્યા ગયા છે
કરણનગર રોડ પર રહેતા યુવાન સંદીપ નાયક છેલ્લા અઠવાડિયાથી ઘર છોડીને ક્યાંક લાપતા થઈ જતાં પરિવારજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે પરિવારજનોએ કડી પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવતા પોલીસે હાલ કાર્યવાહી શરૂ કરી છે કડી પોલીસ સ્ટેશનના પીઆઇ એન.આર પટેલ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે સીડીઆર અને લોકેશન ચેક કરવાનું ચાલુ છે અને વધુ તપાસ હાલ ચાલુ છે.


