ગરવી તાકાત ભરૂચ : ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક એમ. એસ. ભરાડા વડોદરા વિભાગ , વડોદરા તથા ભરૂચ જિલ્લાનાં પોલીસ અધિક્ષક ડો. લીલાબેન પાટીલ નાઓ દ્વારા જિલ્લામાં મિલ્કત સંબંધીત તથા વાહન ચોરીનાં વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા આપેલ સુચના આધારે.
પોલીસ ઇન્સ્પેકટર ઉત્સવભાઈ બારોટ એલ.સી.બી.ના માગદર્શન અને સુચના મુજબ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની અલગ-અલગ ટીમો બનાવી ઉપરોક્ત સુચના અન્વયે વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢવા તથા વાહન ચોરી ઉપર નિયંત્રણ લાવવા જરૂરી એક્શન પ્લાન તૈયાર કરી વર્ક આઉઅટ શરૂ કરી પ્રયત્નો હાથ ધરવામા આવેલ હતાં. જેનાં ભાગરૂપે પી. એમ. વાળા પો.સ.ઇ. એલ.સી.બી.ની ટીમ પેટ્રોલીંગમા હતી દરમ્યાન હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ સર્વેલન્સ આધારે “કોસમડી ગામમાં ગોલ્ડન ટાવરમાં આવેલ બીસમીલ્લા કેટરર્સ દુકાન” બહારથી આરોપીને ચોરીની બાઇક સાથે પકડી પાડવામાં આવેલ અને પકડાયેલ આરોપીની ઘનિષ્ઠ અને ઉંડાણપુર્વકની પુછપરછમાં અંક્લેશ્વર શહેર ‘બી’ ડિવિઝન પો.સ્ટે.ની એક મોટર સાયકલની ચોરીનો ગુનો શોધી કાઢવામાં સફળતા મળેલ છે. આરોપી વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની કાર્યવાહી સારૂ અંક્લેશ્વર શહેર ‘બી’ ડિવિઝન પો.સ્ટે.માં સોંપવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીનુ નામ: વસીઉલ્લા અહમદ S/0 સલાવત અહમદ જાતે શેખ હાલ રહે.ગોલ્ડન ટાવર દુકાન નંબર-૦૮ કોસમડી તા.અંક્લેશ્વર જિ.ભરૂચ મુળ રહે.કીદવાઇ પુરવા ગામ તા.ધર્મનપુર થાના-મટેરા જિ.બહરાઇચ(ઉત્તરપ્રદેશ)
કબ્જે કરેલ મુદ્દામાલ: સ્પ્લેન્ડર મો.સા. નંબર GJ-16-AS-5101 કિં.રૂા. ૨૫,૦૦૦/-
શોધી કાઢેલ ગુનાઓ: અંક્લેશ્વર શહેર ‘બી’ ડિવિઝન પો.સ્ટે. પાર્ટ એ ૧૧૧૯૯૦૬૧૨૨૦૦૦૭/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓનાં નામ : પો.સબ ઇન્સ. પી. એમ. વાળા તથા અ.હે.કો. સંજયભાઈ, પો.કો. નિમેષભાઈ, અ.પો.કો. કુંદનભાઈ, અ.પો.કો. મનહરસિંહ નાઓ દ્વારા ટીમ વર્ક થી કરવામા આવેલ છે.
તસવિર અને અહેવાલ : મનિષ કંસારા – ભરૂચ


