ગરવી તાકાત પાટણ : પાટણની બી એડ કોલેજમાં નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી. ડી. આઈ. પટેલ વિદ્યા સંકુલમાં જી. એચ. પટેલ કૉલેજ ઑફ એજ્યુકેશન અને બી. એમ. પટેલ નર્સિંગ કૉલેજ દ્વારા કૉલેજ કેમ્પસમાં જ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ગરબા મહોત્સવમાં બી. ઍડ અને નર્સિંગ કૉલેજ સ્ટાફ પરિવાર, વિદ્યાર્થી, વહીવટી સ્ટાફ ગરબે ઘૂમ્યો હતો. તેમજ વિશેષ
ઉપસ્થિતીમાં કેમ્પસના ટ્રસ્ટી દશરથ આઈ પટેલે હાજરી આપી વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો.
આ કાર્યક્રમની શરૂઆતમાં માં જગદંબાની આરતી ઉતારવામાં આવી હતી. જેમાં બંને કોલેજના પ્રિન્સિપાલ, સ્ટાફ પરિવાર, તેમજ બી. ઍડ અને નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓએ માતાજીની પૂજા અર્ચના કરીને વિશ્વકલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.
કૉલેજ પરિવાર તરફથી ટ્રેડિશનલ અને ગરબા રમવાની અલગ-અલગ સ્ટાઇલના આધારે વિદ્યાર્થીઓને 1 થી 3 નંબર આપીને તેમને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યાં હતા. નવરાત્રિ મહોત્સવ 2022નું સંપૂર્ણ આયોજન પ્રો.મોના.કે. પટેલ તેમજ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ તેમજ કાર્યક્રમનું સફળ સંચાલન પ્રો.રાજેશ રાવત દ્વારા કરવામાં આવ્યું હતું.