મેઘાઅલિયાસણાના ગુમ યુવાનની લાશ સુજલામ સુફલામ કેનાલમાંથી મળી

September 24, 2022

ગરવી તાકાત મહેસાણા : મહેસાણાના મેઘાઅલિયાસણા ગામમાંથી ગુમ થયેલા યુવાનની પીલુદરા નજીક આવેલી સુજલામ સુફલામ કેનાલમાંથી લાશ મળી આવી હતી. તાલુકા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી. મહેસાણા તાલુકાના પીલુદરા ગામે રેલવે નજીક આવેલી સુજલામ સુફલામ કેનાલમાં યુવકની લાશ પડી હોવાના મેસેજને મહેસાણા ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી લાશ બહાર કાઢી.

મહેસાણા તાલુકા પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મેઘાલિયાસણા ગામનો ચૌધરી નટુભાઈ ડાહ્યાભાઈ હોવાનું અને ગત 19 સપ્ટેમ્બરે ઘેરથી ખેતરે જવાનું કહીને નીકળ્યા બાદ ગુમ હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે મૃતકના નાના ભાઈએ મહેસાણા તાલુકા પોલીસ મથકે જાણવાજોગ ફરિયાદ પણ આપી હતી. તાલુકા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે.પોલીસે આ મામલે તપાસ શરૂ કરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0