મહેસાણા જિલ્લાના ગેસ્ટ હાઉસમાં રૂપલ્લાઓ ના જમાવડા,તંત્ર ની અમીદ્રષ્ટિ

September 20, 2022

— મહેસાણા જિલ્લામાં સ્પાની આડમાં દેહ વ્યાપારનો ધીકતો ધંધો : પોલીસ તંત્રને આંખે મોતિયા આવી ગયા :

— મહેસાણા, વિસનગર, વિજાપુર અને ઊંઝા હોટ સ્પોટ : અમદાવાદ, મુંબઈથી યુવતીઓ લાવીને કરાવાતો દેહ વ્યાપાર :

— એસઓજીથી લઈ એલસીબી અને સ્થાનિક પોલીસ તંત્રના નાક નીચે ધમધમતો ધીકતો ધંધો છતાં કાર્યવાહી નહી :

— મહેસાણા જિલ્લામાં ૨૫થી વધારે ગેસ્ટ હાઉસો અને શહેરમાં ૮થી વધારે સ્પા પાર્લરોમાં દેહ વ્યાપારની બદી વકરી :

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી દેહ વ્યાપારની બદીએ માઝા મૂકી છે. શહેરના સ્પા પાર્લરોમાં સરેઆમ દેહ વ્યાપાર થઈ રહ્યો છે અને અમદાવાદથી લઈ મુંબઈથી યુવતીઓ લાવવામાં આવી રહી છે અને તેમાં દલાલો ધીકતી કમાણી કરી રહ્યા છે. મહેસાણા શહેર ઉપરાંત વિજાપુર અને ઊંઝા હોટ સ્પોટ બન્યું છે અને અહીંયા ગેસ્ટ હાઉસોમાં બદીએ માઝા મૂકી છે. સુંદર યુવતીઓને સ્પામાં કામ કરવાના બહાને લાવવામાં આવે છે અને પછી સ્પાની આડમાં દેહ વ્યાપારનો ધીકતો ધંધો શરૂ કરવામાં આવે છે અને તેમાં દલાલો ધીકતી કમાણી કરી રહ્યા છે.

સુનિયોજિત આખું નેટવર્ક ચાલી રહ્યું છે અને તેની ગંધ પોલીસ તંત્રને પણ આવતી નથી તે આશ્ચર્ય ઉપજાવે છે. જાે કે, અંદરની વાત કંઈક અલગ જ છે, પોલીસ તંત્રથી લઈ એસઓજી અને એલસીબીના નાક તળે આ ધંધા ચાલી રહ્યા છે પણ હપ્તાની આડમાં આંખ મિચામણા કરવામાં આવી રહ્યા છે અને જેના કારણે અનેક યુવાધન આ બદીમાં હોમાય રહ્યું છે. પોલીસ તંત્ર સામાન્ય માણસ ઉપર દંડો પછાડીને રોફ જમાવે છે પણ દેહ વ્યાપારના ગોરખધંધા બંધ કરાવવામાં સરેઆમ નિષ્ફળ નીવડ્યું છે. મહેસાણઆ શહેરમાં આવેલા ૨૦થી વધારે ગેસ્ટ હાઉસોમાં દેહ વ્યાપારે માઝા મૂકી છે.

તમે મહેસાણા શહેરમાં પ્રવેશો એટલે તમને સ્પા પાર્લરના સુંદર બોર્ડ અચૂક જાેવા મળે છે અન અહીંયા સ્પામાં મસાજ કરાવવા માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. માલેતુજાર નબીરાઓથી લઈ અનેક વૈભવી ઠાઠમાઠ ભોગવતા લોકો સ્પામાં આવે છે અને પછી સ્પામાં ગયા પછી સંચાલકો પાછલા બારણે સુંદર યુવતીઓને રજૂ કરે છે. સુંદર યુવતીઓને જાેઈ નબીરાઓ લલચાય છે અને શારીરિક ભૂખ સંતોષવાનું રોકી શક્તા નથી અને પછી સ્પામાં જ શરૂ થાય છે દેહ વ્યાપારના ગોરખધંધા. એક વાર સ્પામાં આવેલો ગ્રાહક પછી ભૂલતો નથી અને પછી સ્પાની આડમાં આવીને શારીરિક ભૂખ સંતોષે છે અને આ સિલસિલો નિત્યક્રમ બની જાય છે. સ્પાનું બોર્ડ હોવાથી અહીંયા પોલીસ પણ કંઈ તપાસ કરતી નથી અને પછી સંચાલકો તગડી કમાણી કરીને ખિસ્સા ભરવાનું ચૂકતા નથી.

અહીંયા ગ્રાહકો પાસેથી યુવતી મુજબ ભાવ લેવાય છે અને ૨ હજારથી લઈ ત્રણ હજાર સુધીનો ભાવ લેવાય છે અને તેમાંથી યુવતીના ભાગે તો માત્ર ૧ હજાર જેટલા આવે છે અને બાકીના પૈસા દલાલો અને સંચાલકોના ખિસ્સામાં જાય છે. મહેસાણા શહેરમાં આઠ જેટલા સ્પા આવેલા છે અને તેમા આવા ગોરખધંધા કાયમી થઈ ચૂક્યા છે. આ સિવાય મહેસાણા શહેરમાં ૨૦થી વધારે ગેસ્ટ હાઉસો આવેલા છે અને તેમાં ય દેહ વ્યાપારનો ધીકતો ધંધો ચાલી રહ્યો છે અને સુંદર યુવતીઓને લાવવામાં આવી રહી છે.

મહેસાણા, ઊંઝા અને વિજાપુરના ગેસ્ટ હાઉસોમાં દેહ વ્યાપારની બદીએ માઝા મૂકી છે અને રોજબરોજ નવી નવી યુવતીઓ લાવવામાં આવી રહી છે. અમદાવાદના નારોલ, નરોડા અને જશોદાનગર તેમજ ગોતા અને ઘાટલોડીયા વિસ્તારમાંથી તેમજ મુંબઈથી યુવતીઓ લાવવામાં આવે છે. કેટલાક ગેસ્ટ હાઉસોમાં સ્થાનિક યુવતીઓ અને સ્થાનિક મહિલાઓ પણ આવે છે અને સંચાલકો અને દલાલો તગાડી કમાણી કરી રહ્યા છે. મહેસાણા શહેરમાં દેહ વ્યાપારનું નેટવર્ક મજબૂત બની ચૂક્યું છે અને ગેસ્ટ હાઉસના સંચાલકો પોતાને ત્યા આવતા નિયમિત ગ્રાહકોમે વોટસએપમાં યુવતીઓના ફોટા મોકલી રહ્યા છે અને ભાવતાલ નક્કી કરી રહ્યા છે. આ સમગ્ર નેટવર્ક સુનિયોજિત રીતે ચાલી રહ્યું છે અને યુવાધન આ બદીમાં બરબાદ થઈ રહ્યું છે.

જાે કે, જેના માથે આ બદી અટકાવવાની જવાબદારી છે તે પોલીસ તંત્ર મૂકપ્રેક્ષક બનીને તમાશો જાેઈ રહ્યું છે અને સંચાલકો અને દલાલો તગડી કમાણી કરી રહ્યા છે. એસઓજીથી લઈ એલસીબી અને સ્થાનિક પોલીસ આ સમગ્ર નેટવર્કથી અજાણ નથી પણ દર મહિને તગડા હપ્તા મળતા હોવાથી કોઈ કશું કરવાની સ્થિતિમાં નથી. ગેસ્ટ હાઉસોમાં ચાલતા ગોરખધંધાથી કોઈ અજાણ નથી પણ પોલીસ તંત્ર સાવ અજાણ બનીને ઢોંગ કરી રહ્યો છે જે શહેરીજનો માટે આઘાતજનક છે.

— મહેસાણા,વિસનગર, ઊંઝા, વિજાપુુરમાં રૂપલલનાઓના જમાવડા :

મહેસાણા એસટી સ્ટેન્ડથી લઈ મોઢેરા સર્કલ, રાધનપુર સર્કલ અને ભમ્મરિયા નાળા પાસે તેમજ અનેક નામાંકિત સ્થળો ઉપર રૂપલલનાઓ પોતાના ગ્રાહકની શોધમાં આવી જાય છે. નક્કી કરેલા ગેસ્ટ હાઉસો બહાર પણ આ જ સ્થિતિ જાેવા મળી રહી છે. ક્યારેક સામાજિક પ્રતિષ્ઠા ધરાવતા લોકોને પણ રૂપલલનાઓના ઈશારાનો ભોગ બનવું પડે છે. કેટલાક ગેસ્ટ હાઉસના સંચાલકો પોતાના ત્યાં જ યુવતીઓ લાવે છે અને તગડી કમાણી કરે છે. મહેસાણાના ગેસ્ટ હાઉસોમાં દેહ વ્યાપારની બદીએ માઝા મૂકી છે પણ પોલીસ તંત્ર કોઈ જ નક્કર કાર્યવાહી કરી શક્તું નથી.

— બહાર સ્પાનું બોર્ડ અને અંદર દેહ વ્યાપાર :

મહેસાણા શહેરમાં મોટા-મોટા સ્પા પાર્લરોમાં દેહ વ્યાપારના ગોરખધંધા ચાલી રહ્યા છે અને તેમાં કોઈને પણ ગંધ આવતી નથી. સ્પામાં મસાજ કરાવવા આવેલી વ્યક્તિને સુંદર યુવતીના હાથે મસાજ કરાવાય છે અને પછી ધીમે-ધીમે વાત દેહ વ્યાપાર સુધી પહોંચે છે. યુવતીઓ સામેથી આમંત્રણ આપીને ગ્રાહકને લલચાવે છે અને પછી સ્પામાં જ દેહ વ્યાપાર શરૂ થાય છે. એકવાર આવેલો ગ્રાહક ફરીથી બીજા ગ્રાહકો લઈને આવે છે. સ્પામાં ચાલતા કૂટણખાના બંધ કરાવવામાં પોલીસની દાનત સાફ નથી અને જેના કારણે આજે મહેસાણા જિલ્લામાં દેહ વ્યાપારે માઝા મૂકી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0