હિંમતનગરમાં અર્બુદા સેનાના પૂર્વ ગૃહ મંત્રીની અટકાયત મામલે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું : સમગ્ર ઉત્તર ગુજરાતમાં ભારે રોષ

September 15, 2022

ગરવી તાકાત હિંમતનગર : ગુજરાતમાં સાત જિલ્લાઓમાં અર્બુદા સેનાના સ્થાપક તેમજ પૂર્વ ગૃહ મંત્રી વિપુલભાઈ ચૌધરીની ગતરાત્રિએ અમદાવાદ પોલીસ દ્વારા અટકાયત કરાતા સમગ્ર ઉત્તર ગુજરાતમાં ભારે રોષ ફેલાયો. જે અંતર્ગત આજે સાબરકાંઠાના હિંમતનગર ખાતે ગુરુવારે નાયબ કલેકટરની આવેદનપત્ર આપી વહીવટી તંત્ર પ્રત્યે નારાજગી દર્શાવી. તેમજ આગામી સમયમાં ન્યાય ન મળે તો અર્બુદા સેના દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી અપાઇ છે.

સાબરકાંઠાના હિંમતનગર ખાતે આજે અર્બુદા સેના દ્વારા પૂર્વ ગૃહ મંત્રી તેમજ અર્બુદા સેનાના સ્થાપક વિપુલ ચૌધરીની ગતરાત્રિએ થયેલી અટકાયત મામલે નાયબ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેમજ આગામી ટૂંક સમયમાં તાત્કાલિક ધોરણે વિપુલ ચૌધરીને મુક્ત કરવાની માંગ કરવામાં આવી હતી. આ તબક્કે સાબરકાંઠા અર્બુદા સેના દ્વારા માંગ કરવામાં આવી છે કે, રાજકીય વૃતિથી પ્રેરાઈને અર્બુદા સેનાના સ્થાપક વિપુલ ચૌધરીની અટકાયત કરવામાં આવી છે.

ત્યારે તેમની તાત્કાલિક ધોરણે મુક્ત કરવામાં આવે તે જરૂરી છે. 1996થી વિવિધ પક્ષો અને સમાજ દ્વારા કેટલીય સેનાઓની રચના થઈ છે. ત્યારે સામાજિક એકરૂપતા માટે બનાવાયેલું આ સંગઠન કોઈ રાજકીય પક્ષ ન હોવા છતાં તેને તંત્ર દ્વારા ટાર્ગેટ કરી વિપુલ ચૌધરીની અટકાયત કરવામાં આવી છે. જે એક વ્યક્તિની નહીં પરંતુ સમગ્ર સમાજની અટકાયત કરાઈ છે. ત્યારે આગામી સમયમાં આ મામલે તંત્ર દ્વારા કોઈ ચોક્કસ પગલાં નહીં લેવાય તો ગાંધી ચિંધ્યા માર્ગે સમગ્ર ગુજરાત કક્ષાએ આંદોલન કરાશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0