— કાઝના યુવકનું મોત :
— યુવક પત્નીને મૂકવા સાણંદ ગયો હતો :
ગરવી તાકાત મહેસાણા : કડી તાલુકાના નાની ચોકડી પાસેથી પસાર થતી નર્મદા કેનાલના સર્વિસ રોડ ઉપર સાણંદ
પત્નીને મૂકીને ઘરે આવી રહેલા યુવકનું બાઈક રોડના ખાડામાં પછડાતાં યુવક રોડ ઉપર પછડાયો હતો જ્યાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું
પત્નીને મૂકીને ઘરે આવી રહેલા યુવકનું બાઈક રોડના ખાડામાં પછડાતાં યુવક રોડ ઉપર પછડાયો હતો જ્યાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુંકડી તાલુકાના નાનીકડી ગામ પાસેથી મુખ્ય નર્મદા પસાર થઈ રહી છે અને મૂળ કાઝ ગામના ઠાકોર વિશાલ તેમની પત્નીને સાણંદ પોતાનું બાઈક નંબરGJ 1 NJ 6819 લઇને સોમવારે ગયાં હતાં જ્યાં મંગળવારે સવારે તેઓ પોતાની પત્નીને સાણંદ મૂકીને ઘરે આવી રહ્યાં હતાં જે દરમ્યાન કડીના નાની કડી પાસે નર્મદા કેનાલના સર્વિસ રોડ ઉપર પહોંચતા
રોડ ઉપર પડેલ ખાડામાં તેઓનું બાઈક અથડાતા બાઈકનો કાબુ ગુમાવીને રોડ ઉપર વિશાલ ઠાકોર પસડાયાં હતાં
રોડ ઉપર પડેલ ખાડામાં તેઓનું બાઈક અથડાતા બાઈકનો કાબુ ગુમાવીને રોડ ઉપર વિશાલ ઠાકોર પસડાયાં હતાંજ્યાં અકસ્માત સર્જાતા રોડ ઉપરથી નીકળતા રાહદારીઓ ઊભા રહીને જોયું તો વિશાલ ઠાકોર ને માથાના ભાગે તથા અન્ય ભાગે ઈજાઓ પહોંચી હતી જ્યાં રાહદારીઓએ 108 એમ્બ્યુલન્સને ફોન કરતા ઘટના સ્થળે 108 એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી અને વાલી વારસનો સંપર્ક કરતા તેમના સગા સંબંધીઓ ઘટનાસ્થળે દોડી આવ્યાં હતા અને ઘટનાસ્થળે જ વિશાલ ઠાકોરનું મોત નિપજ્યું હતું જ્યાં કરી પોલીસને જાણ કરાતા કડી પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી કરી હતી.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી


