— વાવ તાલુકાના આકોલી અર્બુદા યુવક મંડળ લમ્પી વાયરસ માં ગૌ માતાને સેવા કરવા ખડે પગે :
ગરવી તાકાત થરાદ : વાવ તાલુકાના આકોલી ગામના યુવાનો દ્વારા ગાયો માટે આયુર્વેદિક લાડુ બનાવી ખવડાવવામાં આવી રહ્યા છે લમ્પી વાયરસ થી બચવા આયુર્વેદિક દવા સાથેના લાડુ બનાવી ગામમાં રખડતી ગાયોને લાડુ ખવડાવવામાં આવ્યા હતા વાયરસથી ગાયોને રોગચાળો ફાટી રહ્યો છે ત્યારે આકોલી અર્બુદા યુવક મંડળ ગામના યુવાનો અને ગૌ પ્રેમીઓ દ્વારા ગોળ, હળદર, મરી,ઘઉં,બાજરી વગેરે આયુર્વેદિક દવા નો ઉપયોગ કરી લાડુ બનાવી સેવા કરી રહ્યા છે.
અત્યારે સતત દસ દિવસ થી પંદર વીસ જેટલા યુવાનો સેવા આપી રહ્યા છે અર્બુદા યુવક મંડળ દ્વારા રૂપિયા.૪૨.૦૦૦ નો ફાળો એકત્ર કરી ગાયો માટે દવા ગોળી તેમજ દેશી ઉપચાર કરી ગૌ માતાની ખડે પગે રહી અર્બુદા યુવક મંડળ દ્વારા તાબડતોબ માલ સામાન લાવી આ સેવા કરવામાં પોતાનું યોગદાન આપ્યું હતું.
તસવિર અને અહેવાલ : નયન ચૌધરી – થરાદ


