— કડી પોલીસ સ્ટેશન ના પી.આઇ ડી.બી ગોસ્વામી જુગાર ધામ ઉપર દરોડા પાડતા જુગારીઓ માં હડકંપ :
ગરવી તાકાત મહેસાણા : શ્રાવણ મહિના માં દર વર્ષે જુગારીયાઓ શ્રાવણ મહિના ની રાહ જોઈ ને બેસી રહ્યા હોય તેવું જોવા મળી રહેતું હોય છે. શ્રાવણ મહિનાની શરૂઆત થતાની સાથે જ જુગારની પણ મોસમ ખીલી ઉઠતી હોય છે. અને જુગાર રમવા માટે બેઠેલ ખેલીઓ જ્યાં જોવો ત્યાં જૂગાર રમવા બેસી જતા નજરે જોવા મળી રહેતા હોય છે ત્યારે અમુક લોકો પોતાના આર્થિક ફાયદા અનુસાર પોતાના ઘરમાં જૂગાર ધામ ધામ ધૂમથી ચલાવી રહેતા હોય છે ત્યારે પોલીસ પણ આવા જુગાર ધામ ઉપર દરોડા પાડી ખરા ખેલ માં મજા બગાડી નાખી હતી.
કડી તાલુકા પોલીસ સ્ટેશન ના કર્મચારીઓ પેટ્રોલીંગ માં હતા તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળી હતી કે બલાસર ગામે ઠાકોર ગમનભાઈ બચુભાઈ રહે બલાસર, હીરબાઇ માતાનું ઘર જે પોતાના રહેણાક મકાન ની બાજુ ની ખુલ્લી જગ્યા માં બહારથી માણસો બોલાવી પોતાનાં આર્થિક ફાયદા માટે જુગારધામ ચલાવે છે જે જગ્યા ઉપર તપાસ કરતા ત્યાં ગોળ ટોળું કરી ને જૂગાર રમી રહ્યા હતા તે દરમ્યાન રેડ કરતા જૂગાર રમતા કુલ 8 ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા.
આ જૂગાર રમતા ખેલીઓ કુલ 8 ઈસમો પાસે થી રોકડ રકમ 80,200 /- રૂપિયા તથા દાવ ઉપર થી મળી આવેલ રકમ 3,200 /- રૂપિયા કુલ રોકડ રકમ 83,400 /- રૂપિયા મોબાઇલ નંગ ૩ કિંમત 15,000/- મળી કુલ કિંમત 98,400/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જુગારીઓ કુલ 8 ઈસમો તથા 1 ઈસમ ફરાર કુલ 9 જુગારી સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
— ખેલ ખેલી રહેલા જુગારીઓ ના નામ :- (1) ગમનભાઈ બચુભાઈ ઠાકોર રહે બલાસર (2) સુનીલકુમાર દીપકભાઈ સિંધી રહે. ગણેશ હોમ્સ કરણનગર,કડી (3) આકાશ દશરથભાઈ પટેલ રહે. મહારુદ્ર બંગલોઝ,કડી (4) ગુણવંતકુમાંર નારાયણ પટેલ રહે. રાધે વિભાગ ધરતી સિટી,કડી (5) કરણ હિતેશભાઈ પટેલ રહે. જ્યવિનાયક સોસાયટી,કડી (6) નૈસર્ગ રાજેશભાઈ પટેલ રહે. ધરતી સિટી,કડી (7) મનીષભાઈ મોહનભાઈ સિંધી રહે. દેવાલય સોસાયટી,કડી (8) રોહિતકુમાર વિષ્ણુભાઈ પટેલ રહે. અયોધ્યા સોસાયટી, નાની કડી (9) અશ્વિનકુમાર મહેન્દ્રભાઈ પટેલ રહે. ગણેશહોમ્સ કરણનગર,કડી
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી


