— ઓવર હેડ વાયર ના થાંભલા પરના લોખંડની પાઇપોની ચોરી કરી નાણોટા ગામના તળાવમાં સંતાડી હોવાનું કબુલ્યું :
ગરવી તાકાત પાલનપુર : દિયોદર રેલવે વિસ્તારમાં આવેલ જશાલી ધનકવાડા ક્રોસિંગની પાઇપો ચોરી થયાની ખબર પડતાં પાલનપુર રેલવે પોલીસ મથકે 20 જુલાઈએ ગુનો નોંધવામાં આવ્યો હતો જેને લઇ પાલનપુર રેલવે ના પી.આઈ પરશરમ દ્વારા ટિમ બનાવી સબ ઇન્સ્પેક્ટર રામફૂલ મીણા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર ગોપાલસિંહ શેખાવત અને હેડ કોસ્ટેબલ જગદીશ દેસાઈ કોન્સ્ટેબલ નિલેશકુમાર સાથેને સાથે રાખી તપાસ ના ચક્રોગતિમાન કર્યા હતા અને શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરતા બાતમી મળી હતી
કે સરદારપુરા ગામમાં શંકાસ્પદ વ્યક્તિ ની પૂછપરછ કરતા તેઓએ પોતાનું નામ રમેશજી રતુજી ઠાકોર ઉંમર વર્ષ 30 રહે પાદરડી દિયોદર વાળાની સઘન પૂછપરછ કરતા તેણે તેના સાથે મિત્ર દશરથજી નેમાજી અને શાંતિજી અનુપજી બંને હાલ રહે સરદારપુરા દિયોદર તાલુકો કાંકરેજ ત્રણે સાથે મળીને જસાલી ધનકવાડા ટેશનો વચ્ચે રેલવે લાઇન પાસે OHE(ઓવર હેડ વાયર)થાંભલા પરના (એટીડી ) લટકી રહેલા વજન ને સંતુલિત રાખવા માટે લગાવેલા લોખંડની પાઇપો રેલવે લેવલ ક્રોસિંગની પાઇપોની ચોરી કરી હતી
જેમાં આરોપીઓ ની વધુ ઝીણવટ ભરી પૂછપરછ કરતા તેમણે ચોરી કરેલી પાઇપો નાણોટા ગામના તળાવમાં સંતાડી હોવાનું આરોપીઓએ કબુલાત કર્યું હતું જેમાં ચોરી કરેલ મુદામાલ માં પાઇપ ના ટુકડાઓની સંખ્યા ૪૯ અને તેની લંબાઈ ૨૦૦ છે જે મુદામાલ ની અંદાજિત કિંમત રૂપિયા ૧૫૦૦૦ મળી પાલનપુર રેલ્વે પોલીસે હાલમાં આ ત્રણ આરોપીની ધરપકડ કરી છે જે બનાવમાં આરોપીઓ દ્વારા આટલો બધો મુદામાલ નાણોટા તળાવ સુધી પહોંચ્યો કઈ રીતે કોની મદદથી તળાવ સુધી જવામાં સફળ રહ્યા કયા વાહનનો પાઈપો લઈ જવામ ઉપયોગ કરાયો તેને લઈ રેલવે પોલીસ પર લોકમુખે સવાલો થઈ રહ્યા છે ત્યારે સુ રેલવે પોલીસ આ સાચી દિશામાં તપાસ કરી ચોરીના મુદામાલ લઈ જવામ વપરાયલા વાહન ચાલક વાહન માલિક ની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરશે કે કે કેમ તેવા સવાલ થઇ રહ્યા છે.
આરોપી નામ :- રમેશજી રતુજી ઠાકોર પાદરડી કાંકરેજ – દશરથજી નેમાજી રહે. સરદારપુરા દિયોદર – શાંતિજી અનુપજી રહે. સરદારપુરા દિયોદર
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા – પાલનપુર


