— ગટર ના ગંદા પાણી નો રેલો સિવિલ કોર્ટ આગળ થી ઉભરાઈ તાલુકા પંચાયત કચેરી સુધી પહોચ્યું :
ગરવી તાકાત સિદ્ધપુર : સિદ્ધપુર નગરપાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરી કરી હોવા છતાં અવાર નવાર ગટર ઉભરાવા ની સમસ્યાઓ તેમજ
ફરિયાદો આવતી રહેતી હોય છે એવામા બુધવારે વહેલી સવાર થી સિદ્ધપુરના હાર્દસમા વિસ્તારમાં આવેલ સિદ્ધપુર ની સિવિલ કોર્ટ આગળ જ ગટર ઉભરાવા ની સમસ્યા સામે આવી હતી. જ્યાં દિવસભર સમગ્ર તાલુકામાંથી મોટી સંખ્યામાં લોકોની આવન-જાવન હોય છે
સિદ્ધપુર શહેર મા દિવસે ને દિવસે ગટર ઉભરાવા ની સમસ્યાઓ વધતી જાય છે એવામા સિદ્ધપુર ના સિવિલ કોર્ટ આગળ જ જો ગટર ઉભરાતી હોય અને એ ગટર નુ ગંદુ પાણી મામલતદાર કચેરી આગળ થઈ છેક તાલુકા પંચાયત કચેરી આગળ ના રસ્તાઓ પરથી વહેતુ હોય તો શહેર ના રહેણાંક વિસ્તારો માં લોકો ગટર ઉભરાવા ની સમસ્યા લઇને કોની પાસે જાય ? જો ન્યાયાલાય આગળ જ તંત્ર ની મનમાની ચાલતી હોય
તો સામાન્ય માણસો નુ શુ ? ગટર ઉભરાવા ની સમસ્યા શહેરના માધુ પાવડીયા ઘાટથી રહેણાંક વિસ્તારો થી હવે ધીરે ધીરે સિધ્ધપુર શહેરના આદર્શ રોડ પર આવેલ સરકારી કચેરીઓ આગળ સુધી પહોંચી ગયી છે તેમ છતાં હજુ સુધી તંત્ર નઘરોળ ની માફક સુઈ રહ્યુ હોય એવુ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે
તસવિર અને અહેવાલ : ધ્રુવભાઈ દવે – સિદ્ધપુર


