ગરવી તાકાત પાલનપુર : રોહિત સમાજ દ્વારા પંચશીલ વેલફૈર ટ્રસ્ટ દ્વારા વડગામ તેમજ પાલનપુર તાલુકાના 30 ગામના રોહિત સમાજના લોકોને આ ટ્રસ્ટ દ્વારા ચાલતી સામાજિક સુરક્ષા યોજના અંતર્ગત વિમા સુરક્ષા યોજના હેઠળ 1800 જેટલા લોકોને સુરક્ષા પુરી પાડવામાં આવી છે જેમાં કોઈ પણ સભાસદનુ મૃત્યુ થાય તો એમના વારસદારોને અંદાજીત રકમ 73000 હજાર આપવામાં આવે છે આ ભગીરથ કાર્યને જગાણા જલાના પ્રતિષ્ઠિત આગેવાન પ્રમુખ બાબુલાલ એન જણાણીયા , હરેશભાઈ બી શેખલીયા (એલઆઇસી એડવાઇઝર) તેમજ જગદીશભાઈ ડી ચૌહાણ તેમજ કારોબારી દ્વારા ચારેક વર્ષ પહેલા સામાજિક કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
જ્યાં બુઘવારે કાણોદરના સ્વ : હીરાબેન ચેલાભાઈ ભાટિયાને પંચશીલ વેલ્ફર ટ્રસ્ટ દ્વારા મૃતક પરિવારને રૂ.73040નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.સામાજિક સુરક્ષા યોજના અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં રોહિત સમાજના લોકો દ્વારા સમગ્ર જિલ્લામાં તાલુકા કે જલા પ્રમાણે આ યોજના લાગુ કરવામાં આવે તો આવી અણધારી આફતમાં આવી પડેલ પરિવારને મોટી સહાય થઈ શકે તેમજ પાલનપુર તાલુકાના દરેક રોહિત સમાજના લોકો આ યોજનામાં જોડાવવા અપીલ કરી હતી.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર


