કડી માં 51 મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની નિમિત્તે ફ્લેગ માર્ચ યોજાઈ

June 30, 2022

— કડી પોલીસ સ્ટેશનના પી.આઇ  ડી.બી. ગોસ્વામી ના અધ્યક્ષતા ને યોજાઇ :

ગરવી તાકાત મહેસાણા : કડીમાં અષાઢી બીજ ના દીવસે વર્ષો થી ચાલી આવતી પરંપરાગત રીતે ભગવાન જગન્નાથની ભવ્ય શોભાયાત્રા નીકળવાની છે અને સાથે સાથે મેલડી માતાજી ના મંદિરે થી પણ વાજતગાજતે ભવ્ય શોભાયાત્રા નીકળશે જેના ભાગરૂપે કડી પોલીસ સ્ટેશન ના કર્મચારીઓ દ્ધારા ફેલગ માર્ચ યોજાઈ હતી.
છેલ્લાં બે વર્ષ થી કોરોના વાયરસ ને કારણે રથયાત્રા મંદીર પરિસરમાં નીકળતી હતી પરંતું આ વખતે ભગવાન જગન્નાથની ભવ્ય શોભાયાત્રા કડી માં નીકળશે જેના અનુસંધાને કડી શહેર માં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને બને રથયાત્રા ધામ ધૂમથી અને શાંતિ પુર્ણ માહોલ માં સર્જાય તે માટે
કડી પોલિસ સ્ટેશન ના કર્મચારીઓ દ્ધારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અને આ ફ્લેગ માર્ચ માં કડી પોલીસ સ્ટેશન ના પી.આઇ.ડી.બી. ગોસ્વામી સાથે પી.એસ. આઇ સહીત અન્ય પોલીસ કર્મચારીઓ ફ્લેગ માર્ચ યોજાઈ હતી.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી 
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0