પાલનપુરમાં ૫૧ વર્ષમાં પ્રથમવાર ભગવાન જગન્નાથજીનું મોસાળું કરાશે

June 27, 2022

— પાલનપુરમાં અષાઢી બીજ નિમિતે ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં તલવારબાજી-લાઠી દાવ જોવા મળશે :

— રથયાત્રામાં હાથી, ઘોડા, રથ, ઉંટલારીઓ, ટ્રેકટર બુલેટ જેવા વાહનો પણ જોડાશે :

ગરવી તાકાત પાલનપુર : પાલનપુરમાં અષાઢી બીજના નિમિતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાનાર છે. જેમાં સૌપ્રથમવાર તલવારબાજી અને લાઠી દાવ પણ જોવા મળશે. આ ઉપરાંત હાથી, ઘોડા, રથ, ઉંટલારીઓ, ટ્રેકટર, બુલેટ જેવા વાહનો પણ આ રથયાત્રા જોડાશે અને ૩૦૦ જાંબુ, ૮૦૦ કિલો મગ અને ૨૦૦ કિલો કાકડીના પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવનાર છે.
પાલનપુર શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે. શ્રી ૧૦૦૮ મહંત રાઘવદાસજી મહારાજ અધ્યક્ષ શ્રી રામ સેવા સમિતિ તથા સમસ્ત હિન્દુ સંગઠનો દ્વારા આયોજિત ૫૧ મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા મોટા રામજી મંદિર પથ્થરથી નીકળનાર છે. ૫૧ વર્ષમાં પ્રથમવાર ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન મોસાળું થઇ રહ્યું છે. મોસાળ પક્ષના મુખ્ય યજમાન રમણીકલાલ મોહનલાલ ચોકસી તથા તેમના પુત્ર અતુલભાઇ ચોકસી અને તેમના ધર્મ પત્ની શિલ્પાબેન અતુલભાઈ ચોકસીના ઘરે એગોલા રોડ હનુમાન ટેકરી ખાતે ૨૮ જુનના રોજ સવારે ૧૦ વાગે મોટા રામજી મંદિરથી નિકળેલી રથયાત્રા વાજતે ગાજતે પહોંચશે અને ત્રણ દિવસ તેમના ઘરે દર્શનાર્થીઓ દર્શન તથા પ્રસાદનો લાભ લેશે. ભક્તો મોસાળમાં દર્શનનો અને પ્રસાદનો વધુમાં વધુ લાભ લે તે માટે મંદિરના મહંત દ્વારા જણાવવામાં આવ્યું છે.
ત્યારબાદ ૩૦-૬-૨૦૨૨ ના રોજ સાંજે ૪:૩૦ કલાકે ભગવાન નિજ મંદિરે પરત ફરશે અને ત્યારબાદ તા.૦૧-૦૭-૨૦૨૨ ના રોજ સવારે ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર નગર યાત્રાએ પ્રસ્થાન કરશે તેમાં વિવિધ પ્રકારની ઝાંખીઓ રજૂ કરવામાં આવશે. જેમાં ૧ હાથી, ૪ ઘોડા, ૪ રથ, ૧ ઉંટલારી, ૪ ટ્રેકટર, ૧ જીપ ડાલું, ૫ જિપ્સી, ૨૦ ગાડીઓ અને ૧૦ બુલેટ જોડાશે. આ ઉપરાંત ૮૦૦ મગનો પ્રસાદ, ૩૦૦ કિલો જાંબુ અને  ૨૦૦ કિલો કાકડીનો પ્રસાદ વિતરણ કરવામાં આવશે.
આ ઉપરાંત તલવારબાજી અને લાઠીદાવ ની ટીમ દ્વારા પણ કરતબો રજુ કરવામાં આવશે. પાલનપુરની પ ભજન મંડળી હાજર રહેશે. નવા લક્ષ્મીપુરામાં બપોરે એક વાગે ધારાસભ્ય મહેશભાઈ પટેલ દ્વારા ભોજન પ્રસાદ તથા વિતરણની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત શહેરના મુખ્ય માર્ગો પર પણ ઠેરઠેર ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવશે તથા ઠંડા પીણા અને શરબત પ્રસાદની વ્યવસ્થા કરાશે.

— રથયાત્રા રૂટ :

મોટા રામજી મંદિર થી નીકળી મોટી બજાર, નાની બજાર, ત્રણબત્તી, ખોડા લિમડા, હનુમાન શેરી, ગઠામણ ગેટ, સુરેશ મહેતા ચોક, સરસ્વતિ ચોક, કુંવરબા સ્કુલ થી અયોધ્યાનગર, ગોબરી રોડ, બહેરા મુંગા છાત્રાલય, અંબીકાનગર, સુરેશ મહેતા ચોક, સંજય ચોક, સીટીલાઈટ, ગુરૂનાનક ચોક, બ્રીજ ઉપર થઈ, લાલ બંગલા, નવા લક્ષ્મીપુરા, ફાટક સંસ્કાર વિદ્યાલય, જુના લક્ષ્મીપુરા ગામ, રામજીનગર, સુભાષનગર, બેચરપુરા, કૈલાસ મંદિર, કોલેજ રોડ, એરોમા સર્કલ, હનુમાન ટેકરી, સુખબાગ રોડ, જી.આઈ.ડી.સી., મહારાણા પ્રતાપ ચોક, ગુરૂનાનક ચોક, કિર્તીસ્થંભ, રેલ્વે સ્ટેશન, સિમલા ગેટ, નગરપાલિકા, આરોગ્ય ધામ, લક્ષ્મણ ટેકરી, વિજય ચોક, શક્તિનગર, બ્રિજેશ્વર કોલોની, મહીલા મંડળ, ટેલિફોન એક્ષચેન્જ, દિલ્હીગેટ થઈને નિજ મંદિર પરત ફરશે.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0