બાવલું ના ચંદ્રાસણ ગામે પરીવાર સુઈ રહ્યો અને તસ્કરો હાથ ફેરો કરી ગયા

June 6, 2022

— સોના ચાંદી ના દાગીના સહિત કુલ 1,14,000/- ના મુદ્દામાલ ની ચોરી :

ગરવી તાકાત મહેસાણા : કડી તાલુકા માં આવેલ ચંદ્રાસણ ગામે રહેતા ઇશ્વરજી ભગાજી ઠાકોર રહે ચંદ્રાસણ ગામે ખોડાનાઢાળ બાજુ આવેલ ગામની સીમમાં તેમના ખેતરમાં ધર બનાવી સયુંકત કુટુંબ સાથે રહે છે.
અને પરિવાર સાથે સૌ લોકો રાત્રી દરમ્યાન સૂઈ રહેલ હતા ત્યારે તેમની પત્ની જાગી ને ઘરમાં જતા ધર ખુલ્લું હતું અને ઘરમાં રહેલ તિજોરી પણ ખુલ્લી હોઈ અને તિજોરી માં રહેલ સામાન વેર – વિખેર હોઈ જેથી તેમને પતિ અને દીકરા ને જગાડતા તે લોકો ઘર ની અંદર તપાસ કરતા તિજોરી માં રહેલ 3 જોડ ચાંદીના રમઝા આશરે એક કિલોના કીંમત 60,000/- તથા બે જોડ ચાંદીના કાબિયો આશરે 450 ગ્રામ કિંમત 28,000/
એક જોડ ચાંદીની પાયલ 100 ગ્રામ કિંમત 6000/- , નંગ 3 ચાંદીની લકી આશરે 150 ગ્રામ 9,000/- , નંગ 1 સોનાની ચુની આશરે 1 ગ્રામ કિંમત 5,000/- , નંગ 1 ચાંદીનું મંગળ સૂત્ર આશરે 100 ગ્રામનું કિંમત 6,000/- કુલ મળી કિંમત 1,14,000/- ના દાગીના ની ચોરી કરી ને તસ્કરો ઘર સાફ કરી ને રફુચક્કર થઈ ગયા હતા.
અને ચોરી થયેલ દાગીના ની તપાસ કરતા ના મળી આવતા આખરે પરિવારે બાવલું પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ઈસમો સામે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
તસવિર અને અહેવાલ  : જૈમિન સથવારા – કડી
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0