ધરમપુરમાં બે ભાઈઓના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા : રોકડ રકમ અને દાગીના સહિત સવા લાખનો મુદ્દામાલ ની ચોરી

June 1, 2022

— અમદાવાદ સ્થિત પરિવાર ના વતનમાં આવેલા મકાન તૂટ્યા :

— કડી તાલુકાના ધરમપુર માં તસ્કરોએ બે મકાનમાં કર્યો હાથફેરો :

ગરવી તાકાત મહેસાણા : કડી તાલુકાના છેવાડા ના ગામ ધરમપુરમાં તસ્કરો ત્રાટક્યા હતા.બંધ મકાનને લાભ લઈ તસ્કરોએ બે મકાનનમાંથી રોકડ રકમ અને સોનાના દાગીનાની ચોરી કરી હતી.ઘટનાની જાણ થતાં બાવલું પોલીસે તપાસ હાથ ધરી છે.

ઘનશ્યામભાઈ પટેલ પરિવાર સાથે વર્ષો થી અમદાવાદ રહે છે. તેમના અને તેમના પરિવાર ના વતન કડી ના ધરમપુર માં તેમના મકાન આવેલા છે.તેઓ અમદાવાદ નોકરી ધંધા અર્થે રહેતા હોય ગામના મકાન બંધ હાલતમાં છે.બંધ મકાન હોવાનો લાભ લઇ તસ્કરોએ મકાનના આગળના દરવાજા ના નકૂચા તોડી ઘરમાં પડેલ તિજોરી માંથી રોકડ રકમ અને સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા છે.

મકાનના દરવાજા ના નકૂચા તૂટેલી હાલતમાં જોતા ગામના સરપંચે તેમને ટેલીફોનીક જાણ કરતા તેઓએ ઘેર આવી તપાસ કરતા તેમના અને તેમના ભાઈના ઘરમાંથી તસ્કરો રોકડ રકમ અને સોનાની બુટ્ટી,સોનાનો દોરો,સોનાની બંગડીઓ મળી કુલ રૂ.1,30,000 ની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું.

ચોરી ની ઘટનાથી તેમણે બાવલું પોલીસ ને જાણ કરતા બાવલું પોલીસે ઘટનાસ્થળે તપાસ કરી અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી તેમને ઝડપી લેવા કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.

તસવિર અને અહેવાલ  : જૈમિન સથવારા – કડી

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0