પાલનપુરની પોસ્ટ ઓફીસમાં આવેલ આધારકાર્ડનું કાઉન્ટર બંધ થતા અરજદારોને હાલાકી

May 17, 2022

— આધારકાર્ડને લગતી કામગીરી કરાવવા આવતા લોકોને ધરમ ધક્કા :

ગરવી તાકાત પાલનપુર : પાલનપુર શહેરમાં આવેલ મુખ્ય પોસ્ટ ઓફિસમાં થતી આધારકાર્ડ સુધારણા અને નવીન આધાર બનાવવાની કામગીરી બંધ થતા અરજદારોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આધારકાર્ડને લગતી કામગીરી કરાવવા આવતા લોકોને ધરમ ધક્કા ખાવા પડી રહ્યા છે
પાલનપુરની પોસ્ટ ઓફીસમાં નવીન આધારકાર્ડ તેમજ આધારકાર્ડમાં નામ સુધારો સહિતની કામગીરી માટે કાઉન્ટર આપવામાં આવેલ છે. જો કે છેલ્લા કેટલાક દિવસથી આ કાઉન્ટર પર આધાર ના કામનું કાઉન્ટર બંધ છે તેવું બોર્ડ લગાવી આધારકાર્ડની કામગીરી બંધ હોવાથી આવતા અરજદારોને ધરમધક્કા ખાવાનો વારો આવ્યો છે.
આ ઉપરાંત આધારકાર્ડની કામગીરી ના કાઉન્ટરમાં બહાર તાળું લગાવેલું હતું. જ્યારે અંદર સિલીંગ ફેન ચાલુ જોવા મળ્યો હતો. આમ પોસ્ટ ઓફિસમાં આવેલ આધારકાર્ડ કાઉન્ટરના કર્મચારીની લાલીયાવાડી જોવા મળી રહી છે.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0