— નંદાસણ ટોલનાકા નજીક લેમન કંપની પાછળ ખરાબામાં ટ્રક ટેન્કર માંથી 1500 લિટર બાયોડીઝલ ઝડપાયું :
ગરવી તાકાત મહેસાણા : કડી તાલુકામાં તથા આજુબાજુના ગામડાઓમાં બાયોડીઝલ મોટા પ્રમાણમાં ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું ત્યારે કડી તાલુકાના નંદાસણ ટોલનાકા નજીક લેમન કંપની પાછળ ખરાબા ટ્રક ટેન્કર નંબર GJ 09 Z 5840 માં આશરે 1500/- લીટર બાયોડીઝલ નો જથ્થો ગેરકાયદેસર વેચાણ કરવા માટે રાખેલ હતો.
ગેરકાયદેસર બાયોડિઝલ વેચનારા સામે અન્ન નાગરિક પુરવઠા વિભાગે સખત કાર્યવાહી કરી છે. બાયોડિઝલનું વેચાણ કરનારા સામે તવાઇ બોલાવી છે. ત્યારે આ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ કચેરી અને પોલીસ પી.એસ.આઇ એસ.ઓ.જી. મહેસાણા ના 1/4/2022 પત્ર થી કડી નંદાસણ રોડ ટોલનાકા પાસે આવેલ આનંદ લેમન કંપની પાછળ ના સ્થળે બાયોડીઝલ નો જથ્થો હોવાથી માહિતી મળતા કાર્યવાહી માટે મામલતદાર દ્વારા સ્થળ મુલાકાત કરવામાં આવી હતી
અને સ્થળ પંચનામું તથા રૂબરૂ જવાબ લઇ તપાસના આધારે 1500/- લીટરનું બાયડિઝલનો જથ્થો ટ્રક ટેન્કર નંબર GJ 09 Z 5840 હાજર મળી આવેલ હતો જે બાયોડીઝલ ના જથ્થા પૈકી સેમ્પલ ચકાસણી કરતા તથા પંચોની હાજરીમાં એક લીટર ના કુલ 3 સેમ્પલ એફ.એસ.એલ માટે મોકલી આપવામાં આવ્યું હતું.
આ બાયોડીઝલ નું ગેરકાયદેસર વેચાણ કરનાર સૈયદ ફરિદભાઈ અકબરભાઈ રહે મોટા મદરેસા પાછળ, માથાસુર રોડ , નંદાસણ ને ભારત સરકાર ના મોટર સ્પીરીડ અને હાઈસ્પીડ ડીઝલ અને ભેળસેળયુક્ત પેટ્રોલિયમ પદાર્થનો પરિવારની માટે ગેરકાયદે બાયોડીઝલ વેચાણ કરવાની પ્રવૃત્તિ ને આધારે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી