વાસણ (જ) દૂધ મંડળીના કલાર્ક અને મંત્રી સામે 15.77 લાખની ઉચાપતની ફરીયાદ

April 13, 2022

એકબીજાની મદદગારીનો આક્ષેપ કરાયો :

 તત્કાલિન ક્લાર્કની ઉચાપત અંગે મંત્રીએ નિષ્કાળજી દાખવી મદદગારી કરતા ગુનો દાખલ :

ગરવી તાકાત પાલનપુર : પાલનપુરના વાસણ(જ)ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીના તાત્કાલિક ક્લાર્ક અને મંત્રીએ એક બીજાની મદદગારીથી દાણ વેચાણના નાણાં મંડળીમાં જમાં ન ઉધારી રૃ.૧૫.૭૭ લાખની ઉચાપત કરી હતી.આ અંગે તાલુકા પોલીસ મથકે  ગુનો દાખલ કરાયો હતો.

પાલનપુર તાલુકાના વાસણ (જગાણા) ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીના વાષક ઓડિટમાં રૃ.૧૫.૭૭.૬૯૯ ની ઉચાપત બહાર આવી છે. વર્ષ ૨૦૨૧માં મંડળીના દાણ વેચાણ ક્લાર્ક અભેરાજ  રતુભાઈ ખરસાણને દાણ વેચાણના નાણાં મંડળીમાં જમા ન કરાવી રૃ.૧૨.૩૮.૩૮૪ ની કાયમી અને રૃ.૨.૭૯.૩૨૫ ની હંગામી મળી કુલ રૃ.૧૫.૭૭.૬૯૯ ની ઉચાપત કરી હતી.

મંડળીના તાત્કાલિક મંત્રી પરથી  વિરસંગભાઈ ખરસાણે નિષ્કાળજી દાખવી દાણ વેચાણ કલાર્કને મદદગારી કરતા જિલ્લા સબ રજીસ્ટાર સહકારી મંડળી પાલનપુરે તત્કાલીન મંત્રી અને દાણ વેચાણ ક્લાર્ક વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાનો આદેશ કરતા મંડળીના ચેરમેન ગુલાબજી મદાજી પરમારે ડેરીના તત્કાલીન મંત્રી પરથીભાઈ વિરસંગભાઈ ખરસાણ અને દાણ વેચાણ ક્લાર્ક અભેરાજભાઈ રતુભાઈ ખરસાણ વિરુદ્ધ પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા તપાસ હાથ ધરાઈ હતી.

તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0