મહેસાણાના ફતેપુરા બાયપાસથી 1.21 લાખના દારૂ સાથે મહેસાણા એલસીબીએ 2 શખ્સોને દબોચ્યા

April 7, 2022

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા એલસીબીએ રાજસ્થાનથી દારૂનો જથ્થો ભરી અમદાવાદ જઇ રહેલી ઇકોને ફતેપુરા સર્કલ નજીક બાયપાસના સર્વિસ રોડ પરથી ઝડપી પાડી હતી. પોલીસે પાછળની બે સીટો વચ્ચે ખાનામાં સંતાડેલ રૂ.1.21 લાખના દારૂ સાથે ઝડપાયેલા 2 સહિત 3 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.

એલસીબી પોલીસે મંગળવાર બપોરે ફતેપુરા સર્કલ નજીક હતી, ત્યારે ઇકોમાં રાજસ્થાનથી દારૂનો જથ્થો અમદાવાદ લઇ જવાઇ રહ્યો હોવાની બાતમી મળતાં સર્કલ પર વોચ ગોઠવી હતી.

આ દરમિયાન ઇકો (GJ 01 RV 7240)ને રોકવાનો પ્રયાસ કરતાં ચાલકે ભગાવી હતી. જોકે, પોલીસે બ્રિજના સર્વિસ રોડ પર આંતરી તપાસ કરતાં પાછળની બે સીટ વચ્ચે ખાનામાં સંતાડેલો રૂ.1,21,395નો 187 બોટલ દારૂ મળી આવ્યો હતો.

આથી પોલીસે ચાલક વિજય કિશનલાલ પ્રજાપતિ (રહે. સહજાનંદ સોસાયટી, નાગલપુર, મહેસાણા) અને મેઘદર્શન બાબુલાલ સોની (રહે. ચાણ્યક્યપુરી સોસાયટી, ઘાટલોડિયા, અમદાવાદ)ને દારૂ ઉપરાંત, 3 લાખની ઇકો, રૂ.10 હજારના 2 મોબાઇલ અને રૂ.3100ની રોકડ સહિત રૂ.4,34,495ના મુદ્દામાલ સાથે પકડી લીધા હતા. ઝડપાયેલા બંને શખ્સોની પૂછપરછમાં દારૂનો જથ્થો અશોક નામના શખ્સે ભરી આપ્યો હોવાનું જણાવતાં પોલીસે 3 સામે ગુનો નોંધ્યો છે

તસવિર અને અહેવાલ : નાયક અક્ષય — મહેસાણા

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0