ગરવી તાકાત મહેસાણા : વિસનગરના ઉદલપુર નજીક ઇકો ના ચાલકે બાઇકને ઓઐવરટેક કરી આકાએક બ્રેક મારતાં પાછળ આવી રહેલ બાઇકચાલક ગાડીના પાછળ અથડાયો હતો. વિસનગર તાલુકા પોલીસ મથકે ઇકોના ચાલક સામે ગુનો દાખલ થવા પામ્યો છે. મહેસાણાના દેવરાસણમાં રહેતા ઠાકોર સેંધાજી નટુજી ઉર્ફે નટવરજી 02 એપ્રિલે તેમના મિત્ર રાજેન્દ્રભાઇનું બાઇક નં. જી.જે.02.સી.આર.5086 લઇ ગુંજા ગામે ગયા હતા જ્યાંથી સાંજે ઘરે પરત આવી રહ્યા હતા.
તે દરમિયાન ઉદલપુર હાઇવે ઉપર ઇકો નં. જી.જે.02.ડી.ઇ.6551ના ચાલકે બાઇકને ઓવરટેક કરી કોઇપણ જાતના સિગ્નલ આપ્યા વગર રોડ વચ્ચે અચાનક બ્રેક મારતાં પાછળ આવી રહેલ સેંધાજી ઇકો સાથે અથડાયા હતા જેઓ નીચે પટકાતાં પગના થાપા તેમજ મોઢા ઉપર ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.સેંધાજીએતાલુકા પોલીસ મથકે ઇકો ચાલક સામે ફરિયાદ આપી છે.


