ષષ્ઠમ જ્યોતિષ દિન મહોત્સવ પ્રસંગે અમદાવાદ ખાતે વિશ્વની પ્રથમ જ્યોતિષ શોભાયાત્રાનું આયોજન કરાયું

April 4, 2022

— ષષ્ઠમ જ્યોતિષ દિન મહોત્સવ યોજાયો

ગરવી તાકાત અમદાવાદ : ભારતીય સંસ્કૃતિ પ્રમાણે નવા વર્ષ શક શાલિવાહન સંવત 1944 ની શરૂઆત ચૈત્રી શુક્લ પ્રતિપદા, ગુડી પડવાનો દિવસ જ્યોતિષ દિવસ કહેવાય છે. જ્યોતિષ જગતનાં સન્માન અને ઉજ્જવળ ભવિષ્ય માટે આ દિવસે વિશ્વની પ્રથમ જ્યોતિષ શોભાયાત્રાનું આયોજન અમદાવાદના નારણપુરા ખાતે આવેલ કામેશ્વર મંદિરથી શાસ્ત્રીનગર ચાર રસ્તા સુધી કરવામાં આવ્યું હતું.

જેમાં અમદાવાદ અને ગુજરાતમાંથી આશરે 150 જેટલાં જ્યોતિષીયો ઉપસ્થિત રહ્યા હતા. આ શોભાયાત્રામાં વેદ અને શાસ્ત્રોના ગ્રંથોની પ્રતિકૃતિ પાલખીમાં બિરાજમાન કરવામાં આવી હતી. ત્યારબાદ શાસ્ત્રીનગર ખાતે શિવાલિક યશ કોમ્પ્લેક્ષમાં શાસ્ત્ર અને વેદોના ગ્રંથોનું પૂજન કરી પ્રથમ જ્યોતિષ આરતી સાથે જ્યોતિષ દિનની ઉજવણી ભારે ભવ્યતાથી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં 6 સહયોગી સંસ્થાઓ મુખ્ય હતી. જેમાં શ્રી યોગેશ્વર શાસ્ત્રીજી, શ્રી ત્રિશલાબેન શેઠ, શ્રી મહેન્દ્રભાઈ પંડ્યા, શ્રી ભરતભાઈ ખંધેડિયા, શ્રી વિશ્રુતાબેન ત્રિવેદી, શ્રી વિજયભાઈ જીનવાલા, શ્રી મહેન્દ્રભાઈ ઝવેરી તેમજ અન્ય ખ્યાતનામ જ્યોતિષીયોની ઉપસ્થિતીમાં જ્યોતિષ દિનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0