બનાસકાંઠાના ક્વોરી ઉદ્યોગના ઘણા સમયથી પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા કલેક્ટરને આવેદનપત્ર અપાયું

April 4, 2022

— ખાડા માપણી બાબત, ખાનગી મિલકતની જમીનમાં ક્વોરી લીઝો હરાજી વગર આપવા સહિત બાબતે રજુઆત :

ગરવી તાકાત પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના ક્વોરી ઉદ્યોગના ઘણા સમયથી પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા સોમવારે ક્વોરી એસોસીએશનએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી માંગ કરી છે કે 30 દિવસમાં પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો તમામ ક્વોરી બંધ કરી દેવાશે અને કામદારોની રોજગારીની જવાબદારી સરકારની રહેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
બનાસકાંઠા જિલ્લા ક્વોરી એસોસિએશનએ પડતર પ્રશ્નોને લઈ મુખ્યમંત્રીને બે ત્રણ વાર લેખિત મૌખિક અને પત્ર દ્વારા રજુઆત કરવામાં આવી છે તેમ છતાં આજદિન કોઈ પ્રતિભાવ કે ઉકેલ આવ્યો નથી. આવા સંજોગોમાં પ્રશ્નોનું નિરાકરણ કરવામાં નહિ આવે તો જિલ્લાના તમામ ઉદ્યોગો ચલાવી શકાય તેમ નથી અને ના છૂટકે અમારે તમામ ક્વોરી વેપારીઓને ધંધા બંધ રાખવાની ફરજ પડશે ઉદ્યોગો બંધ કર્યા પછી આર્થિક નુકશાન તેમજ કામદારોની રોજગારીની જવાબદારી સરકારની રહેશે તેવી ચીમકી ઉચ્ચારી બનાસકાંઠા જિલ્લા ક્વોરી એસોસિએશનએ સોમવારે કલેકટરને આવેદનપત્ર આપી પ્રમુખ વિરેન્દ્રસિંહ પરમાર સહિત તમામ સંચાલકોએ રજુઆત કરી હતી.

— ક્વોરીના પડતર પ્રશ્નો શું છે.??

ખાડા માપણી બાબત, ખાનગી મિલકતની જમીનમાં ક્વોરીલીઝો હરાજી વગર આપવા બાબત, ક્વોરી ઝોન ડિકલેર કરવું, ઇ.સી અને માઈનિંગ પ્લાન ગૌણ ખનીજમાં નહિ હોવા, ખાણ ખનીજ અને આરટીઓનું જોડાણ અલગ કરવું, ખનીજ કિંમત રૂ.350 છે તે ખોટું છે ખરેખર રૂ.50 જ થાય છે તે ફેરફાર કરવા, મશીનસેન્ડને સરકારી કામોમાં વાપરવા ફરજીયાત કરવા.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0