પાલનપુરમાં વર્ષ ૨૦૧૪ માં શરૂ કરવામાં આવેલ ભૂગર્ભ ગટરના પ્રોજેક્ટની કામગીરી અધૂરી

March 22, 2022

— ૮ વર્ષ થવા છતાં કામ અધૂરૂ હોઈ કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રોજેક્ટનો કબજો ન લેવા પાલિકાને રજુઆત :

ગરવી તાકાત પાલનપુર : પાલનપુર નગરપાલિકા વિસ્તારમાં જીયુડીસી વિભાગ ગાંધીનગર દ્વારા ભૂગર્ભ ગટર યોજનાનો પ્રોજેક્ટ વર્ષ ૨૦૧૪ માં શરૂ કરવામાં આવ્યો હતો. જે પ્રોજેક્ટની કામગીરી ૮ વર્ષ જેટલો સમય થઈ ગયો હોવા છતાં પૂરી ન છતાં પ્રોજેક્ટનો કબજો નગર પાલિકાએ ન લેવા બાબતે લેખિત રજુઆત કરવામાં આવી છે.
પાલનપુર નગર પાલિકાના ભુગર્ભ ગટર સમિતિના ચેરમેન કૌશલ જોષીએ નગર પાલિકા પ્રમુખ અને મુખ્ય અધિકારીને લેખિત રજુઆત કરી જણાવ્યું છે કે પાલનપુર નગરપાલિકા વિસ્તારમાં જીયુડીસી વિભાગ દ્વારા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વર્ષ ૨૦૧૪ માં ભૂગર્ભ ગટરની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
આજે ૮ વર્ષનો સમય વિતવા છતાં કામગીરી અધુરી છે. ઘણી જગ્યાએ પાઇપ લાઇનો અધુરી મુકી દેવામાં આવી છે અને ઘણી જગ્યાએ પુશીંગની કામગીરી બાકી છે તેમજ અમુક સ્થળે ચેમ્બરો મુખ્ય હોલ માટીથી ભરેલા છે લાઈનો ચોકઅપ થઈ ગઈ છે અને તૂટી ગયેલ છે. લડબી નદી તેમજ અન્ય નાળામાં નાખવામાં આવેલ મુખ્ય હોલ ચેમ્બર ચોકઅપ થઈ ગઈ છે.
જ્યાં સુધી મેઇન હોલ ચેમ્બરોની સફાઈની કામગીરી તેમજ અધુરી લાઈનની કામગીરી પૂર્ણ કરીને હાઉસ કનેકશન આપી પાઈપલાઈનનું ટેસ્ટીંગ ન થાય ત્યાં સુધી તેમજ આ ગટરલાઈનમાં પાણીનો નિકાલ ન થાય ત્યાં સુધી આ પ્રોજેક્ટનો કબ્જો નગરપાલિકા લેવો નહી તે બાબતની લેખિત રજુઆત ભુગર્ભ ગટર એન્ડ ડ્રેનેજ સમિતિના ચેરમેન દ્વારા કરવામાં આવી છે.
તસવિર અને આહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0