મહેસાણા જિલ્લાના સાંસદ જુગલજી ઠાકોરને Obc વેલફેરના પ્રતિનિધિ તરીકે નિમણુંક

March 16, 2022

— ગુજરાતના વધુ એક નેતાને મળી કેન્દ્રમાં જવાબદારી

— મહેસાણા જિલ્લાના સાંસદ જુગલજી ઠાકોરને Obc વેલફેરના પ્રતિનિધિ તરીકે નિમણુંક

— રાજ્યસભાના 97 સાંસદોએ કર્યું વોટિંગ

— ટોટલ 97 મતો માંથી 95 મત જુગલજી ઠાકોરને મળ્યા

— માત્ર 2 મત હરીફ અન્ય પાર્ટીના ઉમેદવારને મત મળ્યા

— નિમણુંક માટે આજે રાજ્યસભામાં થયુ હતું મતદાન

— Bjp તરફથી મહેસાણાના સાંસદ જુગલજી ઠાકોરને મળ્યું  મેન્ડેડ

— મહેસાણા જિલ્લા વાસીઓમાં છવાયો આનંદ

ગરવી તાકાત મહેસાણા : પ્રતિનિધિ માટેના મતદાનમાં જુગલજીની જીત નિશ્ચિત છે. ત્યારે જુગલજીએ રાજ્યસભા અંગે કહ્યું હતું કે, આજે મારું ઇલેક્શન છે. પ્રધાનમંત્રી મોદીએ OBCની ચિંતા કરવા માટેની અથાક પ્રયાસ ચાલી રહ્યા છે. મારી ઉમેદવારી કરવામાં આવી છે. હું ખુબ ખુશી વ્યક્ત કરું છું.

— કોણ છે જુગલજી માથુરજી ઠાકોર: 

જુગલજી ઠાકોર ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજનો જાણીતો ચહેરો છે. જુગલજી મથુરજી ઠાકોરનો જન્મ 15 જાન્યુઆરી 1970ના રોજ થયો. જુગલજીને લોકો જુગલ લોખંડવાલા અને ઠાકોર સમાજના ભામાશા તરીકે પણ ઓળખે છે. જુગલજી પૂર્વ અન્ન અને નાગરિક પુરવઠા નિગમના ડિરેક્ટર અને ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રી હતા. જુગલજી માથુરજી ઠાકોર રાજ્યસભાના સાંસદ છે. તો તેઓ ભારતીય જનતા પાર્ટીના OBC મોરચાના અધ્યક્ષ પણ છે.

અલ્પેશ ઠાકોર ગુજરાતમાં ઠાકોર સેના બનાવીને સરકારના વિરોધમાં દારૂબંધીને લઇને કેમ્પેઇન ચલાવી રહ્યા હતા, ત્યારે જુગલજી માથુરજી ઠાકોર પણ તેમની સાથે હતા. બાદમાં તેઓ ભાજપમાં જોડાય ગયા હતા. જુગલજીના પિતા મથુરજી ઠાકોર ઠાકોર સમાજમાં શેઠ તરીકે ઓળખાતા હતા. જુગલજી ઠાકોરના પિતા પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના રાજનૈતિક સલાહકારોમાંથી એક હતા. જુગલ ઠાકોર પાટણ જિલ્લામાં શિક્ષણ અને સમૂહ લગ્ન જેવી સામાજીક પ્રવુતિ કરી રહ્યા

તમને જણાવી દઈએ કે, લોકસભાની ચૂંટણીમાં પાટણ લોકસભા બેઠક જીતાડવામાં જુગલજી ઠોકોરની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. જુગલજી ઠાકોરે અલ્પેશ ઠાકોરની સામે વિકાસ મંચની રચના કરી હતી. જુગલજી ઠાકોર અગાઉથી જ ભાજપ સાથે જોડાયેલા છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0