— હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવસટીની બેદરકારી
— અંગ્રેજી વિષયના સીસી 102 પેપરમાં છબરડો થતા છાત્રોમાં રોષ : બીએડ્ની પરીક્ષા પણ રદ કરવી પડી
ગરવી તાકાત પાટણ : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવસટીમાં પરીક્ષામાં પ્રથમ દિવસથી જ છબરડા બહાર આવતા છાત્રો મશ્કેેલીમાં મુકાયા છે. પ્રથમ દિવસે બીએડની પરીક્ષામાં બેદરકારીના કારણે પેપર રદ કર્યા બાદ ફરી બીજા દિવસે એમ.એની પરીક્ષામાં પ્રશ્નપત્રમાં નવાના બદલે જુના કોર્ષના પ્રશ્નો પૂછવામાં આવતા આજનું પેપર રદ કરવામાં આવ્યું છે. જેને લઈ છાત્રોમાં પરિક્ષા વિભાગની બેદરકારી સામે ભારે રોષ જોવા મળ્યો હતો.
પરીક્ષા વિભાગ દ્વારા રદ કરાયેલું પેપેર આગામી ૧૪ માર્ચના રોજ લેવામાં આવશે તેવી યુનિવસટીની વેબસાઈટ ઉપર પરિપત્ર મૂકી જાહેરાત કરવામાં આવી હતી.યુનિવસટી દ્વારા સેમ ૧ની એમસીક્યું પદ્ધતિથી પરીક્ષાનો આરંભ થયો છે. જેમાં પ્રથમ દિવસે બીએડ સેમ ૧ની પરીક્ષામાં ગુજરાતીના બદલે અંગ્રેજીમાં પ્રશ્નપત્ર આપતા પેપર રદ કરાયું હતું.
ત્યારે આજે બીજા દિવસે ફરી સંલગ્ન એમ.એ સેમ ૧ ની અંગ્રેજી વિષયના સીસી ૧૦૨નું પેપર હતું. જેમાં નવા અભ્યાસક્રમના પ્રશ્નપત્રમાં જુના અભ્યાસક્રમના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. પ્રશ્નપત્ર વિતરણ બાદ છાત્રોને ધ્યાનમાં આવતા રજૂઆત કરાઈ હતી.
જેથી યુનિવસટીએ તાત્કાલિક પેપર રદ કરવાનો નિર્ણય લઈ પેપર આગામી ૧૪ માર્ચના રોજ લેવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.યુનિવસટી નાં પરિક્ષા વિભાગ નાં વડા સહિતનાં સ્ટાફની અણ આવડતના કારણે પરિક્ષા દરમ્યાનમાં ધ્યાનમાં આવતાં છબરડાઓને કારણ વિધાર્થીઓ મુશ્કેલી માં મુકાતાં હોય ત્યારે પરિક્ષા વિભાગના વડા સહિત કામગીરી માં બેદરકારી રાખનાર સામે યુનિવસટી કુલપતિ દ્વારા શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ વિધાર્થી આલમમાં ઉઠવા પામી છે.
તસ્વીર અને અહેવાલ : પરમાર ભુરાભાઈ — સરસ્વતી પાટણ

