— ભારત – પાકિસ્તાનની બોટ સાથે જવાનો નજરે પડે છે
ગરવી તાકાત ભુજ : ગુજરાતના કચ્છ જિલ્લાની દરિયાઈ આંતરરાષ્ટ્રીય સરહદે ભારત અને પાકિસ્તાનનાં સૈનિકો આમને સામને આવી ગયા હોવાનાં વાયરલ થયેલા વિડીઓથી ખળભળાટ મચી ગયો છે.
વાયરલ વીડિયોમાં બંને દેશનાં જવાનો સામસામે હથિયારો લઈને ઉભા થઈ ગયા છે એટલું જ નહીં પરંતુ, ભારતીય જવાનોએ જુસ્સા પૂર્વક ‘જય શ્રી રામ’નાં નારા લગાવતા પાક સૈનિકોનાં ચહેરા જોવા જેવા થઈ ગયા હતા.
કચ્છનાં અરેબિયન સી માં સર ક્રિકમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) અને પાકિસ્તાની મરીન સિક્યોરિટીનાં જવાનો સામસામે આવી ગયા હોવાની પોસ્ટ સાથેનો વિડિઓ વાયરલ થયો છે.
અલબત્ત આ વિડિઓ ખરેખર કચ્છનાં સરક્રિક છે કે, અન્ય કોઈ જગ્યાનો એ સ્પષ્ટ થયું નથી અને બીએસએફ દ્વારા આ અંગે કોઈ સત્તાવાર જાણકારી પણ આપવામાં આવી નથી. પરંતુ જે રીતે વિડીઓમાં બંને દેશનાં જવાનો લગોલગ આવીને જુસ્સા પૂર્વક સ્પીડ બોટ ચલાવી રહેલા દેખાય છે તેનાથી એક વાત તો સ્પષ્ટ થાય છે કે, બોર્ડર ઉપર આવી સ્થિતિમાં હંમેશા વાતાવરણ તંગ થતું હોય છે. સરહદી પેટ્રોલિંગ દરમ્યાન લાઈટ મશીનગન અને રોકેટ લોન્ચર સાથે ભારતીય જવાનો સજજ હતા.
કથિત વાયરલ વિડીઓમાં બીએસસેફનાં જવાનો આધુનિક લાઈટ મશીનગન અને રોકેટ લોન્ચર લઈને પાકિસ્તાની મેરિન સિક્યોરિટીની બોટ ઉપર નિશાન લઈને હિંમતપૂર્વક સ્પીડબોટમાં પેટ્રોલિંગ કરતા જોઈ શકાય છે. બીજીબાજુ પાકિસ્તાનનાં જવાનો પણ ભારતીય બોટ અને ‘જયશ્રી રામનાં’ નારા લગાવતા ભારતીય જવાનોનો વિડિઓ ઉતારતા પણ જોઈ શકાય છે.