ઉનાવા પોલીસે છેતરપિંડીના આરોપીને મુુંબઇથી દબોચ્યો

February 28, 2022

ગરવી તાકાત મહેસાણા: ઊંઝાના સીહી- સુણોક વચ્ચે આવેલી શિવેદ ટ્રેડિંગ કંપનીમાંથી તલ અને જીરૂનો માલ મંગાવી પૈસા નહીં આપી છેતરપિંડી કરનાર મુંબઇના શખ્સને ઉનાવા પોલીસે ઝડપી લીધો છે.આરોપી રમેશભાઇ જોશીને મુદ્દામાલ પેટે ભાગમાં મળેલ રૂ. એક લાખ સાથે પકડી ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.

શિવેદ ટ્રેડિંગ કંપનીના વેપારીને ફોન ઉપર સંપર્ક કરી શખ્સે તલ અને જીરાના 153 કટ્ટા કિંમત રૂ. 300800 અને 5 ટકા જીએસટી મળીને કુલ રૂ.3,23,715નો માલ મુંબઇ મંગાવીને માલના પૈસા નહીં આપી છેતરપિંડી કરી હતી.

જેમાં વેપારી સાથે સંપર્ક થતાં મોબાઇલ નંબરોના સીડીઆર આધારે પોલીસ મોબાઇલનો ઉપયોગ કરનારના નામ સરનામા મેળવી મુંબઇ વીરાર ઇસ્ટ ખાતે પહોંચી હતી અને હ્યુમન તેમજ ટેકનિકલ સોર્સ મારફતે તપાસ કરતાં વેપારી સાથે સંપર્ક કરનાર રમેશભાઇ પરષોત્તમભાઇ જોશી (મૂળ રહે. કચ્છના રાપર તાલુકાના પદમપુર)ને શોધી કાઢ્યો હતો અને તેની પૂછપરછ કરતાં સહ આરોપીનીઓએ ભેગા મળી ગુનો કર્યાની કબૂલાત કરી હતી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0