વિજાપુર-કણભા રોડ પર જતા ટ્રકે બાઈકને ટક્કર મારી, બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત

February 12, 2022

— પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી

ગરવી તાકાત મેહસાણા: મહેસાણામાં વિજાપુર કણભા રોડ પર ટ્રકે બાઈક ચાલકને ટક્કર મારતા અકસ્માત થયો હતો. જેમાં બાઈક ચાલકનું મોત થયું છે. મહેસાણામાં વિજાપુરના ખણુસા ગામમાં તબેલામાં મજુરી કરતો યુવક બાઈક લઈને કણભા ગામે માસીનું મરણ થયું હોવાથી માસાની ખબર પૂછવા ગયો હતો. જે બાદ પરત ફરતા કણભાથી રામપુરા પિલવાઇ જતા માર્ગમાં આવેલા ઉમા હેલ્થકેર ફેક્ટરી પાસે પસાર થતા રોડ ઉપર ટ્રકના ચાલકે ગફલત ભરી ડ્રાયવીંગ કરતા બાઈકને ટક્કર મારી હતી. જેથી બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં પરિવારજનો ભારે કલ્પાંત કરી મુક્યો હતો. આ અંગેની પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ ખણુસા ગામે આવેલા બ્રીજેશના તબેલામાં રહી મજુર કામ કરતો હતો.

આ યુવક ગઈ કાલે પોતાની માસી મરણ પામેલ હોઈ કણભા ગામે પોતાના શેઠ બ્રીજેશનું બાઈક લઈને માસાની ખબર લેવા ગયો હતો. ખબર લઈને પરત ફરતા રામપુરા થી પિલવાઇ માર્ગમાં ઉમા હેલ્થકેર ફેક્ટરી પાસે પસાર થતા રોડ ઉપર સામેથી આવતા ટ્રક ચાલકે ગફલત ભરી હંકારતા બાઈકને ટક્કર મારી હતી. જેથી બાઈક ચાલક અંબારામ દેવીપુજકનુ ઘટના સ્થળે મોત થયું હતું. ટ્રક મુકીને ચાલક નાસી છૂટતા પોલીસે મૃતકના ભાઈની ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

તસવિર અને આહેવાલ : નાયક અક્ષય- મેહસાણા

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0