અમને ફોલો કરો
ભાષા બદલો
બ્રેકીંગ ન્યૂઝ
બ્રેકીંગ ન્યૂઝ

કડીના મણિપુર ખાતે બહુચર ભુવનનું વાસ્તુ પૂજન અને નવચંડી યજ્ઞ યોજાયો

October 20, 2021
ધાર્મીક નગરી કડી શહેરમાં મણિપુર વિસ્તારમાં યતેશ્વર મહાદેવ નવરાત્રી ચોકમાં બહુચર માતાનું મકાન નવીન નિર્માણ કરવામાં આવ્યું  તે નિમિત્તે 18 તથા  19 /10/ 2021 બે દિવસ વાસ્તુ પૂજન અને નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. 
 
મણિપુર નવરાત્રી મંડળ મણીપુર કડી દ્વારા નવનિર્મિત  બહુચર ભુવનમાં નવચંડીએ મામા સમજમાં કૌશિકભાઈ  પ્રેમશંકર ભટ્ટ તથા બીજા બીજા પાટલાના યજમાન જયશ્રીબેન નાયક ત્રીજા પાટલાના યજમાન  દશરથભાઈ અંબાલાલ પટેલ ચોથા પાટલાના યજમાન ગોવિંદભાઈ  નારણદાસ પટેલ પાંચમા પાટલાના યજમાન મહેન્દ્રભાઈ કાન્તિલાલ સોની તથા માતાજીના અલગ અલગ સામગ્રી મુર્તિ,ધજા,પૂજાની સામગ્રી,ફૂલહાર, વગેરે ભાઈઓ થતાં બહેનો દ્વારા પોતાની ઇછા શક્તિ પ્રમાણે બહુચર માતાજીના યજ્ઞ માટે દાન ભેટ આપવામાં આવી હતી.  સોમવારના રોજ સવારે માતાજીની પાલખી યાત્રા સાથે કળશ યાત્રા મણિપુર વિસ્તારમાં માં પરિક્રમા કરવામાં આવી હતી. ત્યાર બાદ યજ્ઞ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.અને રાત્રિ ના સમયે રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
 
મંગળવારે સવારે 12:39 વાગે માતાજી ફોટો પ્રતિષ્ઠા અને ધજા રોહણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સાંજે યજ્ઞમાં શ્રીફળ હોમી ને યજ્ઞની પુણાહુતી કરવામાં આવી હતી. ત્યારબાદ યજ્ઞની મહાપ્રસાદ વ્યક્તિ યતેશ્વર મહાદેવ ની પાછળ ની બાજુના ભાગમાં નવીન  બનાવેલ સેડ નીચે રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભોજન પ્રસાદ લીધો હતો અને રાત્રે જનકભાઈ મહારાજ અમદાવાદનું મંડળ આનંદનો ગરબો કરવામાં આવ્યો હતો. આ સમગ્ર આયોજન મણિપુર નવરાત્રી યુવક મંડળ તરફથી કરવામાં આવ્યું હતું. આ સમગ્ર આયોજનમાં જેમની વર્ષોથી સતત સેવા રહી છે તેવા વિષ્ણુભાઈ પટેલ (ભાઉ) ની કામગીરી સરાહનિય રહી હતી.
 
Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

loader-image
મેહસાણા
8:43 am, Jan 9, 2025
temperature icon 14°C
scattered clouds
Humidity 36 %
Pressure 1017 mb
Wind 8 mph
Wind Gust Wind Gust: 21 mph
Clouds Clouds: 32%
Visibility Visibility: 10 km
Sunrise Sunrise: 7:24 am
Sunset Sunset: 6:10 pm

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0