ઉંઝાના વોન્ટેડ આરોપીને મહેસાણા LCB એ ભુજની એક હોટેલમાંથી દબોચ્યો

June 3, 2021

મહેસાણા એલીસીબીએ પ્રોહીબીશન ગુનાના આરોપીને છેક ભુજમાંથી ઝડપી પાડ્યો છે. એલસીબીને ટીમ નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવા માટે સુચના મળેલી છે. જે અંતર્ગત ઉંઝા પોલીસ મથકે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનાનો આરોપી છેલ્લા ઘણા સમયથી નાસતો ફરતો હતો. જેની તપાસ મામલે મહેસાણા એલસીબીના સ્ટાફના કર્મીઓ ભુજ મુકામે ગયેલ હતા.

ઉંઝા પોલીસ મથકે વોન્ટેડ આરોપી પ્રજાપતી સૌરભ ગણેશભાઈ વિરૂધ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. પરંતુ તે છેલ્લા ઘણા સમયથી નાસતો ફરતો હતો. મહેસાણા એલસીબી આ કેસની તપાસ મામલે ભુજ પહોંચી હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે સદર આરોપી ભુજની ડીમાર્ટ હોટેલ પાસે આવેલ રીયાન પેલેસ હોટેલમાં રોકાયેલ છે. જેથી ટીમે સ્થળે પહોંચી આરોપીને દબોચી લીધો હતો. બાદમાં વધુ તપાસ માટે આરોપીને ઉંઝા પોલીસ મથકે સોપાયો હતો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0