જેને રસી લીધી છે તેને માસ્ક પહેરવાની જરૂર નથી – અમેરીકા

May 14, 2021

અમેરીકામા કોરોનાવાયરસ મહામારી પહેલાની જીંદગી પાછી ફરવાનો મોટો સંકેત જોવા મળ્યો છે. અમેરીકાના રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્ર (સીડીસી) એ કહ્યું છે કે જે લોકોએ રસીના બંને ડોઝ લીધા છે તેમને માસ્ક પહેરવાની જરૂર નથી. સીડીસીએ કહ્યું કે બંનેને ઘરની બહાર જવું અને અંદર રહેવાની ભલામણ કરવામાં આવે છે.

સીડીસીની ઘોષણા બાદ રાષ્ટ્રપતિ જો બાયડને અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ ગુરુવારે માસ્ક પહેર્યા વગર વ્હાઈટ હાઉસના રોઝ ગાર્ડનમાં પત્રકારોની સામે વિના માસ્કે ગયા હતા.

અમેરીકન રાષ્ટ્રપતિ જો બાયડને કહ્યુ હતુ કે, મને લાગે છે કે, આ મોટી કામયાબી છે, ખુબ મોટો દિવસ છે. વધુમા વધુ લોકોને તુરંત રસી લગાવવામાં આપણી અસાધારણ સફળતાથી આ સંભવ બન્યુ છે.  રસીના બન્ને ડોઝ લઈ ચુકેલા વ્યક્તિઓને કોરોનાથી સંક્રમીત થવાનો ખતરો ઓછો છે.

તેમણે કહ્યુ હતુ કેસ  “જો તમે રસીનો સંપૂર્ણ ડોઝ લીધો હોય, તો તમારે માસ્ક પહેરવાની જરૂર નથી. પરંતુ જો તમને રસી આપવામાં આવી નથી અથવા તમારે રસીના બન્ને ડોઝ લેવાના બાકી છે તો તમારે માસ્ક પહેરવાની જરૂર છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0