ગરવી તાકાત મહેસાણા : મહેસાણા સહિત રાજ્યના દરેક જિલ્લાઓમાં જે પંચાયતો સામાન્ય અને મહિલા સમરસ બની છે તેને સરકાર દ્વારા અલગથી વિશેષ ગ્રાન્ટ ફાળવાય જેના ભાગરૂપે મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા મંગળવારના રોજ જિલ્લાના સામાન્ય 81 અને મહિલા સમરસ 9 મળી કુલ 90 ગામોને રૂ.4.51 કરોડની ગ્રાન્ટ ફાળવી ગામડાઓમાં વિકાસના કામો કરવા માટે સમરસ થયેલી ગ્રામ પંચાયતની.
રૂ.3.50 લાખ અલગથી વધારાની વિશેષ ગ્રાન્ટ આપવામાં આવે છે કે જિલ્લાના 8 તાલુકાની 81 સામાન્ય સમરસ ગ્રામ પંચાયતોને રૂ.4 કરોડ 39 લાખ અને મહિલા સમરસ ગ્રામ પંચાયતોને રૂ.55 લાખ 75 હજારની ગ્રાન્ટ જિલ્લા પંચાયત દ્વારા તેમના ખાતામાં ફાળવી દેવામાં આવી છે ઉલ્લેખનીય છે કે,
ગ્રામ પંચાયતને પ્રથમ, બીજી વખત અને ત્રીજી વખત એમ દરેક વખતે મહિલા સમરસ બનેલી ગ્રામ પંચાયતને અલગ અલગ ગ્રાન્ટ સરકાર દ્વારા ફાળવવામાં આવે છે. સતલાસણા રૂ.14.50 લાખ ઊંઝા રૂ.17.75 લાખ ખેરાલુ રૂ.45.50 લાખ બહુચરાજી રૂ.40 લાખ મહેસાણા રૂ.1 કરોડ 24 લાખ 75 હજાર વડનગર રૂ.51.75 લાખ વિજાપુર રૂ.63 લાખ વિસનગર રૂ.81.75 લાખ


