ગુજરાતભરમાંથી સોના-રોકડ સહિત 86.82 કરોડનો મુદ્દામાલ ઝડપાયો 

શેર કરવા અહીં ક્લિક કરો.

756 ફલાઈંગ સ્કવોડ દ્વારા કુલ 86.82 કરોડની વસ્તુઓ જપ્ત કરવામાં આવી

ચૂંટણી પંચ દ્વારા અપાયેલી માહિતી મુજબ ચુંટણી ખર્ચ દખરેખ અને નિયંત્રણ માટે રાજયમાં 27 જનરલ નિરીક્ષકો, 28 ખર્ચ નિરીક્ષકો અને 14 પોલીસ ઓબ્ઝર્વરની નિમણુંક

ગરવી તાકાત, ગાંધીનગર, તા. 13 – રાજયમાં લોકસભા અને વિધાનસભાની પેટા ચુંટણી માટે મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા કાર્યરત કરાયેલી 756 ફલાઈંગ સ્કવોડ દ્વારા કુલ 86.82 કરોડની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. ચુંટણી દરમિયાન ગેરકાયદે નાણાંની હેરફેર ના થાય તે માયે ખાસ તપાસ કરવામાં આવતી હોય છે.

5 Things To Know About UP Businessman Who Had Rs 200 Crore Cash At Home

ચૂંટણી પંચ દ્વારા અપાયેલી માહિતી મુજબ ચુંટણી ખર્ચ દખરેખ અને નિયંત્રણ માટે રાજયમાં 27 જનરલ નિરીક્ષકો, 28 ખર્ચ નિરીક્ષકો અને 14 પોલીસ ઓબ્ઝર્વરની નિમણુંક કરવામાં આવી છે. 756 ફલાઈંગ સ્કવોર્ડસ દ્વારા વિવિધ સ્થળે તપાસમાં વિવિધ ચીજવસ્તુ જપ્ત કરવામાં આવી છે.

જેમાં 6.54 કરોડ રોકડ, 11.73 કરોડની કિંમતનો 3.84 લાખ લીટર દારૂ, 27.62 કરોડની કિંમતનું 45.37 કિલો સોનુ અને ચાંદી, 1.73 કરોડની કિંમતના 564.49 કિલો પ્રતિબંધીત નશાકારક પદાર્થો પણ જપ્ત કરવામાં આવ્યા છે.

તે સાથે મોટરકાર, મોટર સાઈકલ, સિગારેટ, લાઈટર અને અખાદ્ય ગોળ સહિતની 39.20 કરોડની અન્ય વસ્તુઓ મળી કુલ 86.82 કરોડની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. ચુંટણી માટેનું જાહેરનામું પ્રસિદ્ધ થવા સાથે રાજયભરમાં 1203 સ્ટેટીક સર્વેલન્સ ટીમ પણ કાર્યરત કરી દેવામાં આવી છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.