ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લાના અંબાસણ BSF કેમ્પ પાસે આવેલા ONGCના વેલ પરથી 80 નંગ પાઇપોની ચોરી થવાની ઘટના સામે આવી આશરે 6 લાખ રૂપિયાની કિંમતની આ પાઇપો અજાણ્યા તસ્કરો ચોરી કરી ફરાર થઈ જતાં લાઘણજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી ONGC દ્વારા મોદીપુર ગામના વેલ નંબર 111થી ભેસાણા ગામની સીમમાં આવેલા વેલ નંબર 200 સુધી 2 ઇંચની એ.એસ. કોટેડ પાઇપ નાખવા માટે એક ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો.
આ પ્રોજેક્ટ અંતર્ગત પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલુ હોવાથી, અંબાસણ BSF કેમ્પ પાસે આવેલા વેલ નંબર 152ની ખુલ્લી જગ્યામાં 80 નંગ પાઇપો ઉતારવામાં આવી આ પાઇપોને જોડવા માટે વેલ્ડિંગનું કામ પણ પ્રગતિમાં હતું. ગત 15 ઓક્ટોબર 2025ના રોજ જ્યારે સાઈડ ઇન્ચાર્જે મુલાકાત લીધી ત્યારે તમામ પાઇપો સ્થળ પર હાજર જોકે, બીજા જ દિવસે એટલે કે 16 ઓક્ટોબરના રોજ તપાસ કરતા ત્યાંથી 80 નંગ પાઇપો ગાયબ હોવાનું માલૂમ પડ્યું.
આ અંગે સાઈડ ઇન્ચાર્જે તાત્કાલિક પ્રોજેક્ટ મેનેજરને જાણ કરી ચોરી થયેલી પાઇપો આશરે 12 મીટર લાંબી અને 2 ઇંચની પહોળાઈ ધરાવતી હરિરામ જાટ દ્વારા આસપાસના તમામ વેલ પર તપાસ કરવામાં આવી પરંતુ પાઇપોનો કોઈ પત્તો લાગ્યો ન અંતે આ મામલે હરિરામ જાટ દ્વારા લાઘણજ પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ 6 લાખની મત્તાની ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.


