પાલનપુરના માલણ દરવાજા પાસે ગેસ ગળતરની ઘટનામાં 78 લોકોને અસર મોટી દુર્ઘટના ટળી

May 24, 2024

પાલનપુરમાં સદ્દનસીબે મોટી દુર્ઘટના ટળી ! ગેસ ગળતર થતાં 78 લોકોને અસર

ગેસ કટરમાં રહેલો ગેસ લીકેજ થતાં આ ઘટના બની હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે

ગરવી તાકાત, પાલનપુર તા. 24 – બનાસકાંઠાના પાલનપુરના માલણ દરવાજા નજીક ગેસ ગળતરની ઘટના બનતા સરકારી આવાસ યોજનાના મકાનમાં રહેતા 78 લોકોને તેની અસર થતાં 108 અને ખાનગી વાહની દ્વારા તેમને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડીને ડોક્ટરોની ટીમો દ્વારા તમામ લોકોને સારવાર આપવામાં આવી રહી છે. જોકે ઘટનાને લઈને બનાસકાંઠા એસપી સહિત પોલીસનો કાફલો સીવીઓ હોસ્પિટલમાં પહોંચ્યો હતો. સારવાર લઈ રહેલા એક વ્યક્તિની હાલત નાજુક હોવાનું સામે આવ્યું છે તો તમામ લોકોની હાલત સ્થિર હોવાનું સામે આવ્યું છે. જોકે ગેસ કટરમાં રહેલો ગેસ લીકેજ થતાં આ ઘટના બની હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે. જોકે ઘટના સ્થળે FSL, નગરપાલિકા અને પોલીસની ટીમે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

પાલનપુરના માલણ દરવાજા પાસે સરકારી આવાસ યોજનામાં રહેતા 78 લોકોની આંખોમાં અચાનક બળતરા ,તેમજ ઊલટીઓ અમે શ્વાસ લેવામાં તકલીફ થતા તાત્કાલિક 6 જેટલી 108 એમ્બ્યુલન્સ તેમજ ખાનગી વાહનો દ્વારા 21 બાળકો સહિત 78 લોકોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં દર્દીઓના સગાઓ સહિત લોકોના ટોળેટોળા પાલનપુર સીવીલ હોસ્પિટલમાં ઉમટી પડ્યા હતા.

પાલનપુરના માલણ દરવાજા નજીક બનેલી ગેસ ગળતરની ઘટનાને લઈને શહેરીજનોમાં ભારે ચિંતા પ્રસરી હતી તો માલણ દરવાજા નજીક કોઈ ગેસનું ગોડાઉન કે કોઈ ગેસ લાઇન ન હોવાથી આ ગેસ ક્યાંથી લીકેજ થયો તેને લઈને પોલીસ સહિત નગરપાલિકાની ટીમ અને FSLની ટીમે તપાસ તેજ કરી હતી,જોકે ઘટનાની ગંભીરતાને લઈને બનાસકાંઠા કલેકટર અને એસપી પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને તમામ દર્દીઓની મુલાકાત કરી હતી.

જોકે ગેસ કટરની બોટલમાં વપરાતા એસીટિલિન ગેસનું ગળતર થતાં આ ઘટના બની હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે. સરકારી વસાહત નજીક આવેલ કોઈ ભંગારના ડેલામાં પડેલ ગેસ કટરની બોટલ માંથી ગેસ લીકેજ થયો હોવાનું તેમજ આ ગેસનો કોઈ કલર ન હોવાથી ખબર નથી પડતી કે આ ગેસ કયો હતો. જોકે આ ગેસ એસીટિલિન ગેસ હોવાનું પ્રાથમિક અનુમાનના આધારે ઘટના સ્થળે FSL, નગરપાલિકા અને પોલીસની ટિમેં પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. ગેસ ગળતરની ઘટનામાં 78 લોકોને તેની અસર થઈ છે..આ ગેસ કટરમાં વપરાતો એસિટિલિન ગેસ હોવાનું પ્રાથમિક અનુમાન છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0