મહેસાણા જિલ્લામાં કોરોનાના નવા 7 કેસ નોંધાયા

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લામાં કોરોનાના કેસો સામે આવી રહ્યા છે. જેમાં મહેસાણામાં આજે કોરોનાના નવા 7 કેસ સામે આવ્યા તેમજ સ્વાઈન ફ્લુનો એક કેસ પણ નોંધાયો છે.આમ જિલ્લામાં હાલમાં કોરોનાના 27 દર્દીઓ તેમજ સ્વાઈન ફ્લૂના 20 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. મહેસાણા જિલ્લામાં આવેલા કડી તાલુકામાં આજે 4 કેસ, બેચરાજીમાં 1,વડનગરમાં 1, વિજપુરમાં 1 મળી કુલ 7 કેસ નોંધ્યા છે

તેમજ આજે 2 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા આજે કોરોનાના નવા 876 સેમ્પલ લઇ લેબમાં તપાસ માટે મોકલી અપાયા છે. ત્યારે બીજી બાજુ મહેસાણા જિલ્લામાં કોરોનાની સાથે સ્વાઈન ફ્લૂના કેસો પણ એક્ટિવ જોવા મળી રહ્યા જેમાં આજે સ્વાઈન ફ્લુનો નવો 1 કેસ સામે આવ્યો. જિલ્લામાં અત્યાર સુધીમાં 90 લોકો સ્વાઈન ફ્લૂની ઝપેટમાં આવી ચુક્યા. તેમજ અત્યાર સુધીમાં 3 દર્દીના સ્વાઈન ફ્લૂના કારણે મોત નિપજ્યા છે ત્યારે હજુ પણ 20 દર્દી સારવાર હેઠળ.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.