સેંદરડા ગામની વાડીએ રહેતા જૂનાગઢના મહિલા કોન્સ્ટેબલના માતા-પિતાની હત્યા,બાદ 7 લાખની લૂંટ કરાઈ

શેર કરવા અહીં ક્લિક કરો.

— ગામમાંથી દૂધ લેવા આવેલી યુવતીએ દંપતીને લોહીલુહાણ હાલતમાં જોતાં મૃતકના પુત્ર-પુત્રીને જાણ કરી

— માતાપિતાને ઘરમાં એકલા મૂકીને નોકરી કરતા સંતાનો માટે લાલબત્તી સમાન કિસ્સો જૂનાગઢ શહેરમાં બન્યો છે. મહિલા પોલીસ કોન્સ્ટેબલના માતાપિતાની હત્યા કરાઈ છે. 7 લાખની લુંટ ચલાવી દંપતીની કરપીણ હત્યા  કરાઈ છે.

જૂનાગઢના વંથલી તાલુકાના સેંદરડા ગામે વાડી વિસ્તારમાં ડબલ મર્ડરની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. સેંદરડા ગામે મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ વૃદ્ધ દંપતીની હત્યા કરી હતી. રાજાભાઈ જીલડીયા અને તેના પત્ની જીલુબેન જીલડીયાની ઘોર નિંદ્રામાં હતા ત્યારે અજાણ્યા શખ્સોએ લૂંટના ઇરાદે હત્યા કર હતા. વૃદ્ધ દંપતી જ્યારે પોતાનાં ખેતરમા અવેલ ઘરમાં સૂતા હતા ત્યારે અજાણ્યા શખ્શો દ્વારા ગળું દબાવીને માથા ભાગે બોથડ પદાર્થ ઝીંકી હત્યા કરી હતી. જેના બાદ ઘરમા રહેલ 3 લાખ રોકડ અને સોનાંના દાગીના સહિત 7 લાખની લુંટ ચલાવી હતી. ડબલ મર્ડરની ઘટનાની પોલીસને જાણ થતા પોલીસે ઘટના સ્થળે દોડી આવી હતી. ડોગ સ્કોડ અને FSL ની મદદથી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતીમાન કર્યા છે. વંથલી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે ડબલ મર્ડર 302 નો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(ન્યુઝ એજન્સી)

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.